ટેરર અટૅકની ચોથી વરસી પછીયે સી-લિન્ક પર સુરક્ષાનો અભાવ

26 November, 2012 05:55 AM IST  | 

ટેરર અટૅકની ચોથી વરસી પછીયે સી-લિન્ક પર સુરક્ષાનો અભાવ

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉપોર્રેશન (એમએસઆરડીસી)ના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘સી-લિન્કને આતંકવાદી હુમલાથી બચાવવા લગભગ ૫૦ કરોડ રૂપિયાની સિક્યૉરિટી માટેના પ્રસ્તાવવાળા બે લેટર ૨૦૦૯ના જૂન મહિનામાં મુંબઈના પોલીસ-કમિશનર ડી. શિવાનંદને એમએસઆરડીસીને મોકલ્યા હતા, પણ બાંદરા-વરલી સી-લિન્ક પર વિસ્ફોટક સ્કૅનર ક્યારે બેસાડવું એ નક્કી નથી થયું. ઑગસ્ટમાં થયેલી મીટિંગમાં બાંદરા-વરલી સી-લિન્ક પર સુરક્ષાનાં ઉપકરણોમાં વિસ્ફોટક સ્કૅનર પણ બેસાડવાની ચર્ચા કરવામાં આવી હતી. એ બાબતે વહેલી તકે નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું તથા સી-લિન્ક પર સીસીટીવી કૅમેરા બેસાડવાનો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. એક રીતે જોઈએ તો આખા સી-લિન્ક પર સીસીટીવી કૅમેરા બેસાડવાની જરૂર છે.’

એમએસઆરડીસીને મોકલેલા બે લેટરમાં પોલીસ-કમિશનરે ૧૬૩૪ કરોડ રૂપિયાના સી-લિન્ક બ્રિજની સુરક્ષાનાં ઉપકરણોનો ઉલ્લેખ કયોર્ હતો. પહેલા લેટરમાં ૩.૭૦ કરોડ રૂપિયાની હાવ્-ટેક સિસ્ટમ અને બીજા લેટરમાં ૪૫ કરોડ રૂપિયાનાં સિક્યૉરિટી ઉપકરણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે ‘વાહનોની તપાસ કરવા માટે આ સ્કૅનર ઘણું ફાયદાકારક છે, પરંતુ આ સ્કૅનર-પ્રક્રિયામાં ઘણો સમય લાગી જાય છે અને સ્કૅનિંગ કરતાં પહેલાં ગાડીમાંના પૅસેન્જરોને ગાડીમાંથી ઉતારવા પડે છે.’

તમને ખબર છે?

૪.૭ કિલોમીટર લાંબા બાંદરા-વરલી સી-લિન્ક પર હાલમાં ફક્ત ૬ સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા છે. આ કૅમેરાનું નિયંત્રણ શહેરની ટ્રાફિક-પોલીસ દ્વારા કરવામાં આવે છે.