દરિયાની સપાટી એક મીટર વધે તો એનાં મોજાં મંત્રાલય સુધી પહોંચી શકે

15 July, 2015 06:00 AM IST  | 

દરિયાની સપાટી એક મીટર વધે તો એનાં મોજાં મંત્રાલય સુધી પહોંચી શકે



દરિયાની સપાટી એક મીટર વધવાથી શહેરમાં પૂર આવવાનું જોખમ કલકત્તામાં ૧૦૦૦ ગણું, શાંઘાઈમાં ૪૦ ગણું અને ન્યુ યૉર્કમાં ૨૦૦ ગણું વધી જશે. આ વૈશ્વિક અભ્યાસમાં ક્લાઇમેટ-ચેન્જનાં જોખમોનો પુનરુચ્ચાર કરવામાં આવ્યો છે. જો દરિયાની સપાટી એક મીટર વધે તો એવા સંજોગોમાં મુંબઈમાં દરિયાનાં મોજાં મંત્રાલય અને વિધાનભવનનાં પગથિયાં સુધી પહોંચવાની શક્યતા રહે છે.

બ્રિટિશ સરકારે દિલ્હીની કાઉન્સિલ ઑન એનર્જી એન્વાયર્નમેન્ટ ઍન્ડ વૉટર દ્વારા કરાવેલા અભ્યાસ સોમવારે લંડન અને મુંબઈનાં શૅરબજારોમાં સમાંતર રીતે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. એક વખતમાં ટાપુઓને જોડીને બનાવવામાં આવેલા મુંબઈ શહેર અને ત્યાર પછી રેક્લેમેશન કરીને વિકસાવવામાં આવેલા નરીમાન પૉઇન્ટ અને બાંદરાના ભાગો પર એ પરિસ્થિતિની સૌથી વધારે અસર થવાની શક્યતા રહે છે. ગ્લોબલ વૉર્મિંગની અસર ભારત, ચીન અને અમેરિકામાં નોંધપાત્ર પ્રમાણમાં થવાની શક્યતા છે અને ભારતમાં દિલ્હી, કલકત્તા, મુંબઈ, અમદાવાદ અને બૅન્ગલોરમાં ગ્લોબલ વૉર્મિંગનો પ્રભાવ વિશેષ જોવા મળે એવી શક્યતા છે.