ચક્રવાત `તૌક્તે`ની આગાહી દરમિયાન મુંબઇના તટીય વિસ્તાર કરાવામાં આવ્યા ખાલી- મેયર

15 May, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇની મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું કે, "અમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે કે 15 અને 16 મેના ચક્રવાત પ્રભાવિત કરી શકે છે. તેથી અમે નીચાણવાળા વિસ્તારો અંગે કામ કરી રહ્યા છીએ.

મુંબઇ મેયર કિશોરી પેડણેકર (ફાઇલ તસવીર)

કોરોના મહામારી દરમિયાન ભારતમાં વધુ એક આફત આવવા જઈ રહી છે અને આ આફતનું નામ છે તોફાન `તૌક્તે`. અરબ સાગરમાં બનતા તોફાન તૌક્તેનો વ્યાપક અસર જોવા મળી શકે છે. ભારતના અનેક નીચલા વિસ્તારો ચેન્નઇ, તિરુવનંતપુરમ, કોચ્ચિ, બૅંગ્લુરુ, મુંબઇ, પુણે, ગોવા અને અમદાવાદ આથી ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. તોફાનથી મુંબઇના નીચાણવાળા ભાગમાં તબાહીની શક્યતાને જોતા મુંબઇમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મુંબઇની મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું કે, "અમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે કે 15 અને 16 મેના ચક્રવાત પ્રભાવિત કરી શકે છે. તેથી અમે નીચાણવાળા વિસ્તારો અંગે કામ કરી રહ્યા છીએ. ચક્રવાતથી પ્રભાવિત થનારા શંકાસ્પદ વિસ્તારો ખાલી કરવામાં આવી રહ્યા છે."

તેમણે આગળ જણાવ્યું કે, "બધા મોટા કોવિડ કેર સેન્ટરને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે, જરૂર પડ્યે દર્દીઓને અન્ય સ્થળે પણ ખસેડી શકાય છે. બપોર સુધી આ વિશે અપડેચટ આવી જશે કે દર્દીઓને શિફ્ટ કરવાના છે કે નહીં. અમે સ્થિતિ પર ઝીણવટપૂર્વક ધ્યાન રાખી રહ્યા છીએ." મુંબઇની મેયરે આગળ જમાવ્યું કે કોઇપણ આપાત સ્થિતિ સામે લડી લેવા માટે સમુદ્ર તટ પર 100 લાઇફ ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. અગ્નિશમન વિભાગને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આજજે અને કાલે વર્લી સી લિન્ક પણ આવાગમન માટે બંધ રાખવામાં આવશે.

તેમણે આગળ કહ્યું કે તોફાનને જોતા આજે અને કાલે બધી સરકારી હૉસ્પિટલમાં રસીકરણનું કામ બંધ રહેશે, જો કે 2-3 પ્રાઇવેટ હૉસ્પિટલમાં વેક્સીનેશન ચાલુ રહેશે. અમારું ધ્યાન હાલ એ લોકો પર છે જેમણે વેક્સીનનો બીજો ડૉઝ લેવાનો છે. વૃદ્ધ અને જેમને કોઇ બીમારી છે, એવા લોકો અમારી પ્રાથમિકતામાં સામેલ છે.

Mumbai Mumbai news national news