મુંબઈ: કલ્યાણમાં ચાલતી ટ્રેનમાંથી પટકાયેલી મહિલાને બચાવી લેવાઈ

19 November, 2020 12:48 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: કલ્યાણમાં ચાલતી ટ્રેનમાંથી પટકાયેલી મહિલાને બચાવી લેવાઈ

આરપીએફ જવાન દ્વારા મહિલા પ્રવાસીનો જીવ બચાવવાની ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ.

કલ્યાણ રેલવે-સ્ટેશન પર મંગળવારે હૃદયના ધબકારા વધી જાય એવી ઘટના બની હતી. સ્પીડમાં જઈ રહેલી એક્સપ્રેસમાં ચડતી વખતે એક મહિલા પ્રવાસીનું બૅલૅન્સ જતાં તેને ટ્રેન અને પ્લૅટફૉર્મના ગૅપની અંદર જઈ રહેલી જોતાં રેલવે-સ્ટેશન પર ફરજ બજાવતાં એક આરપીએફ જવાનનું ધ્યાન જતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા. તેમ જ તે મહિલાને પ્લૅટફૉર્મ અને ટ્રેનના ગૅપની અંદર જવા પહેલાં જ બહાર ખેંચી લેવાતાં તેનો જીવ બચી ગયો હતો. જોકે આ ધક્કાદાયક બનાવ રેલવેના સીસીટીવી કૅમેરામાં કેદ થયો છે અને પોતાના જીવને જોખમમાં મૂકનાર આરપીએફ જવાનની સરાહના કરવામાં આવી રહી છે.

સેન્ટ્રલ રેલવેના કલ્યાણમાં આરપીએફ જવાન વિજય સોલંકી દ્વારા કલ્યાણ-વેસ્ટના રામવાડીમાં રહેતી ૩૫ વર્ષની સોની લોકેશ ગોવંદા નામની મહિલા પ્રવાસીનો જીવ બચાવ્યો હતો. કલ્યાણથી બૅન્ગલોર જવા માટે મહિલા તેના પતિ અને બાળક સાથે મંગળવારે ૯.૫ મિનિટે છૂટતી ઉદ્યાન એક્સપ્રેસ દ્વારા જવા માટે નીકળી હતી. એવામાં કલ્યાણ રેલવે-સ્ટેશન પર સમય પર આવેલી ટ્રેન પ્લૅટફૉર્મ નંબર-5 પર ગઈ હતી. એ વખતે ઉદ્યાન એક્સપ્રેસમાં પતિ અને બાળક જઈને બેઠાં ત્યારે સોની ટ્રેનમાં ચડી રહી હતી ત્યારે ટ્રેન શરૂ થઈ ગઈ હતી.

kalyan mumbai mumbai news indian railways central railway