સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન માટે રેલવે સ્ટેશન રિડિઝાઇન કરો

12 September, 2020 02:27 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન માટે રેલવે સ્ટેશન રિડિઝાઇન કરો

ભારતીય રેલવે

જનતા અને રાજકારણીઓના દબાણને પગલે ટૂંક સમયમાં લોકલ ટ્રેન ફરી શરૂ થવા જઈ રહી છે પરંતુ રેલવે મુસાફરોના ધસારાને કઈ રીતે પહોંચી વળશે એ એક મુખ્ય પ્રશ્ન છે.

મુંબઈ સબર્બન રેલવે પર અભ્યાસ હાથ ધરનારી વૈશ્વિક જાહેર પરિવહન થિન્ક ટેન્ક વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ (ડબ્લ્યુઆરઆઇ)ના જણાવ્યાનુસાર સમસ્યાનો ઉકેલ સોશ્યલ ડિસ્ટન્સિંગના ધોરણોનું પાલન થઈ શકે તે રીતે રેલવે સ્ટેશનોને રિડિઝાઇન કરવાં જોઈએ. ડબ્લ્યુઆરઆઇ ઇન્ડિયા રોસ સેન્ટરના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર માધવ પઇએ તેમના સંશોધન પત્રમાં જણાવ્યું હતું કે સ્ટેશનમાં વધુ મોકળાશ માટે સ્ટેશનને ફરી ડિઝાઇન કરવા પડશે. હાલમાં જ્યારે મુસાફરોનો ધસારો ઓછો છે ત્યારે રેલવેએ આ પ્રયાસ કરવો જોઈએ. હકડેઠઠ ગીરદી અને સ્ટેશનની માળખાકીય સગવડો મુંબઈ રેલવેની મુખ્ય સમસ્યા છે. જેનો ઉકેલ પ્લૅટફૉર્મ, પુલ અને દાદરા સહિત સ્ટેશનના વધારાના વિસ્તારનો ઉપયોગ કરી તેને રિડિઝાઇન કરવું જોઈએ.

mumbai mumbai news indian railways western railway mumbai local train mumbai trains rajendra aklekar