મુંબઈ વરસાદ: સવારથી પડેલા જોરદાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં

16 July, 2020 12:09 PM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ વરસાદ: સવારથી પડેલા જોરદાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં

આસપાસ વરસાદનું પાણી ભરાયું હોવા છતાં મોબાઇલ જોવામાં વ્યસ્ત. તસવીર : પી.ટી.આઇ.

હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈ અને આસપાસનાવિસ્તારમાં ગઈ કાલે સવારથી વરસાદની શરૂઆત થઈ હતી. દિવસના ૧૨ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાતા દાદર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. આગામી ૨૪ કલાકમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

૨૪ કલાકમાં પાલઘરના દહાણુમાં સૌથી વધારે ૧૨૮ મિ.મી., કોલાબામાં ૧૨૧ મિ.મી., સાંતાક્રુઝમાં ૯૬ મિ.મી. તો અલીબાગમાં ૧૨૨ મિ.મી. વરસાદ નોંધાયો હોવાની માહિતી હવામાન ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર હોસલીકરે આપી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈ કાલે મુંબઈના દાદર, વર્લી, પરેલ, માટુંગા વગેરે તો પરાંના અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી વગેરે વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. શહેરના અંધેરી સહિતના મોટા ભાગના સબવેમાં પાણી ભરાતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

મુંબઈમાં ૧થી ૧૫ જુલાઈ દરમ્યાન ચોમાસામાં સરેરાશ ૮૪૦.૭ મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ચોમાસામાં અત્યાર સુધી ૯૧૦.૨ મિ.મી. એટલે કે ૧૦૮ ટકા વરસાદ પડી ચૂક્યો હોવાથી આ મહિનાનો વરસાદનો ક્વૉટા પૂરો થયો છે. શહેરમાં આ ચોમાસાનો ૫૮ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

mumbai mumbai news mumbai rains mumbai weather mumbai monsoon