મુંબઈ : 3 દિવસનો વરસાદ હવે 6 કલાકમાં પડે છે

02 August, 2020 08:00 AM IST  |  Mumbai | Gaurav Sarkar

મુંબઈ : 3 દિવસનો વરસાદ હવે 6 કલાકમાં પડે છે

ગયા સપ્તાહે ભારે વરસાદ દરમ્યાન પરેલમાં પાણી ભરાયાં હતાં. તસવીર : આશિષ રાજે

ગયા સપ્તાહે મુંબઈમાં જુલાઈ મહિનાનો અત્યાર સુધીનો સૌથી વધુ (૧૪૭૪ મિમી) વરસાદ નોંધાયો હતો, જે જુલાઈ ૨૦૧૪માં પડેલા (૧૪૬૮.૫ મિમી) વરસાદ કરતાં વધુ હતો. એક તરફ ભારે વરસાદને કારણે ગરમી અને બફારાથી છુટકારો મળ્યો હતો, તો બીજી તરફ દાયકાઓથી આબોહવાની સ્થિતિ પર નજર રાખી રહેલા અનુભવી હવામાન વિજ્ઞાનીઓ જણાવે છે કે શહેરમાં વરસાદની આડેધડ પૅટર્ન ચિંતાનો વિષય છે.

૨૧મી સદીની શરૂઆત સાથે મુંબઈના હવામાને તીવ્ર વળાંક લીધો હતો. શહેરના ઝડપી ઉદ્યોગીકરણનું આ અપેક્ષિત પરિણામ છે. ભારે વરસાદનું પ્રમાણ વધ્યું છે ત્યારે મહત્ત્વનો ફેરફાર એ છે કે મધ્યમથી ભારે વરસાદ ઘણા ઓછા સમય માટે પડે છે, જેને કારણે ભૂગર્ભ જળનું ઓછું ઝમણ (અનુસ્રાવણ) થાય છે. ઇન્ડિયન મિટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ (આઇએમડી-મુંબઈના મિટિયરોલૉજીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ક્રિષ્નાનંદ હોસલીકર આ પ્રદેશમાં ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી સેવા બજાવે છે. પોતાના બાળપણના દિવસોને વાગોળતાં તેઓ જણાવે છે ‘એ સમયે ૧૦૦ દિવસ કરતાં વધુ લાંબા સમય સુધી વરસાદ પડતો. હળવાથી સામાન્ય વરસાદ સતત ત્રણ-ચાર દિવસ સુધી પડતો રહેતો. એ સમયે તીવ્ર વરસાદ પડતો, જે હવે વધુ વ્યાપક થઈ ગયો છે. આ ફેરફાર પાછળનું કારણ શહેરીકરણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થવાને કારણે કૉન્ક્રીટાઇઝેશન આકાર પામ્યું છે, જેને કારણે શહેરની જમીન- વપરાશની પૅટર્ન બદલાઈ ગઈ છે, પરિણામે પાણી વહી જાય છે. અગાઉ વરસાદનાં પાણી ભૂગર્ભમાં ઊતરતાં હતાં, પણ હવે કૉન્ક્રીટ અને પેવર બ્લૉક્સને કારણે પાણી ગટરમાં ઠલવાઈ જાય છે. એમાં વસ્તીવધારાનું પરિબળ ઉમેરાતાં આબોહવા આ સ્થિતિ પર આવીને ઊભી છે.’

આગામી પાંચથી ૧૦ વર્ષની વાત કરતાં પલાવત કહે છે કે ‘આપણે વાતાવરણમાં ફેરફારને ફરી પાછા એ જ સ્થિતિમાં લાવવા માટે કંઈ જ કરી રહ્યા નથી. દરેકને ઘરમાં એસી અને એક કરતાં વધુ કાર જોઈએ છે, પરંતુ હવામાં ઑક્સિજનનું પ્રમાણ જો ઘટતું જશે તો હાલત વધુ ખરાબ થશે.’

mumbai mumbai news gaurav sarkar mumbai monsoon mumbai rains mumbai weather