મુંબઈ, થાણે અને પાલઘરમાં 15 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા

13 October, 2020 09:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ, થાણે અને પાલઘરમાં 15 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા

તસવીર સૌજન્ય: એએફપી

મંગળવારે બપોરે મુંબઈ શહેરમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે અચાનક શરૂ થયેલા વરસાદને લીધે મુંબઈગતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે એટલે કે 15 ઓક્ટોબરના રોજ મુંબઈ શહેર સહિત પાલઘર અને થાણેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

અહેવાલો અનુસાર, આઈએમડીના મુંબઈ કેન્દ્ર દ્વારા રાજ્યના 15થી વધુ જિલ્લાઓ માટે ચેતવણી આપવામાં આવી છે. જેમાં કોલ્હાપુર, પુના, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, સોલાપુર, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, લાતુર અને ઉસ્માનાબાદનો સમાવેશ છે. આઈએમડી દ્વારા ગુરવાર એટલે કે, 15 ઓક્ટોબરના રોજ મુંબઈ, થાણે, પાલઘર, પુણે, રાયગઢ, અહેમદનગર, રત્નાગિરી, સાતારા સહિતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ (ભારેથી અતિ ભારે વરસાદ) જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન બ્યુરોએ બુધવાર માટે મુંબઈ, થાણે, પાલઘર, ધૂળે, નંદુરબાર, જળગાંવ, નાશિક, સાંગલી, ઔરંગાબાદ, જલના, પરભણી, બીડ, હિંગોલી અને નાંદેડમાં યેલો એલર્ટ એટલે કે ગાજવીન અને પવન સાથે વરસાદની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રમાં 16 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. એટલે આઈએમડીએ 13 અને 14 ઓક્ટોબરે માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરી છે.

maharashtra mumbai mumbai news thane palghar indian meteorological department mumbai rains mumbai monsoon