Mumbai Rains : હવામાન વિભાગે જાહેર કર્યું યેલો અલર્ટ

11 October, 2022 10:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં મંગળવારે અને બુધવારે ગરજતા વાદળની સાથે સામાન્યથી મધ્યમ વરસાદ આવી શકે છે. પાલઘર અને થાણે જિલ્લામાં પણ છૂટાછવાયેલા સ્થળે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ફાઈલ તસવીર

હવામાન વિભાગે મંગળવાર અને બુધવારે પણ મુંબઈમાં યેલો અલર્ટ (Mumbai Rains) જાહેર કર્યું છે અને ગરજવાની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સોમવારે ક્ષેત્રીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે, મુંબઈમાં મંગળવારે અને બુધવારે ગરજતા વાદળની સાથે સામાન્યથી મધ્યમ વરસાદ આવી શકે છે. પાલઘર અને થાણે જિલ્લામાં પણ છૂટાછવાયેલા સ્થળે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ તરફથી સોમવારે મુંબઈમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું. હવામાન વિભાગે મંગળવારે અને બુધવારે છૂટાછવાયેલા સ્થળે ગરજણ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ અને ઝડપી ગતિએ ફૂંકાતા પવન થકી વરસાદનો અનુમાન લગાડવામાં આવ્યો છે.

બૃહ્ન્મુંબઈ નગર નિગમ (BMC) પ્રમાણે, મુંબઈ અને તેના ઉપનગરોમાં આજે મધ્યમ વરસાદની સાથે ગરજણ સાથે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન આઇએમડી મુંબઈએ પોતાના હવામાન પૂર્વાનુમાનમાં કહ્યું છે કે સાંતાક્રૂઝમાં અધિકતમ તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

કોલાબામાં અધિકતમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે. રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, નાસિક, અહેમદનગર, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર, ઔરંગાબાદ, જાલના, બીડ, લાતૂર, ઉસ્માનાબાદ જિલ્લામાં પણ આગામી બે દિવસ સુધી ગરજાટ વરસાદના ફૂંવારાની શક્યતા છે.

Mumbai mumbai news mumbai rains Weather Update mumbai weather