મોસમનો મિજાજ :મુંબઈમાં આજે પણ વરસાદની આગાહી

15 April, 2019 09:31 AM IST  |  મુંબઈ

મોસમનો મિજાજ :મુંબઈમાં આજે પણ વરસાદની આગાહી

મોસમનો મિજાજ

છેલ્લા બે દિવસના સખત ઉકળાટ બાદ ભરઉનાળે મુંબઈ અને એના પરાં વિસ્તારોમાં ગઈ કાલે સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો. મુંબઈ અને MMR (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન)માં ગઈ કાલે સાંજ બાદ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કલ્યાણ, બદલાપુર, બોરીવલી, અંધેરી, મલાડ, દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈમાં માવઠું થતાં થોડા સમય માટે મુબઈગરાને ગરમીમાં રાહત મળી હતી. વેધશાળાની આગાહી મુજબ આજે અને આવતી કાલે પણ સાંજના ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, એને લીધે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

વેધશાળાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં શહેરનું મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ગઈ કાલે શહેરનું મહત્તમ તાપમાન ૩૬.૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા નોંધાયું હતું.

૧૫ એપ્રિલથી વાયવ્ય ભારતમાં હવામાનના ફેરફારને કારણે ઈશાન હિમાલય, ઈશાન ભારત દિલ્હી તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાંચો : મુંબઈ: 800માં સારવાર કરાવવાના ચક્કરમાં 80,000નું બિલ

બીજી બાજુ, નાશિકના દિંડોરી તાલુકામાં શરીર પર વીજળી પડતાં એક જ પરિવારના બે જણ સહિત ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં. કમોસમી વરસાદને કારણે જિલ્લામાં પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

mumbai news nashik mumbai rains