મુંબઈમાં સ્ટેશનો પર ભીડ નિયંત્રિત કરવા રેલવે ‘ફ્લૅપ’ ગેટ્સ ઊભા કરશે

25 July, 2020 07:23 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈમાં સ્ટેશનો પર ભીડ નિયંત્રિત કરવા રેલવે ‘ફ્લૅપ’ ગેટ્સ ઊભા કરશે

સીએસએમટી સ્ટેશન પર ઓસીઆર સ્કૅનર પર ટિકિટનું સ્કૅનિંગ કરી રહેલા ટીસી.

સામાન્ય સમયમાં જે હાંસલ ન કરી શકાયું એ કોવિડ-19 મહામારી દરમિયાન શક્ય બની શકે છે. કોઈ પણ સમયે ઠાંસોઠાંસ ભીડથી ઊભરાતાં અને સામાન્યપણે સરળ પહોંચ ધરાવતાં મુંબઈનાં લોકલ સ્ટેશનોમાં હવે મેટ્રો જેવાં એક્સેસ કન્ટ્રોલ ફ્લૅપ એન્ટ્રી-એક્ઝિટ ગેટ્સ ઊભા કરવામાં આવશે અને એનો પ્રારંભ મુંબઈ સીએસએમટીથી કરવામાં આવશે.

આ માટે મુંબઈ સીએસએમટી પર શુક્રવારથી ટિકિટચેકર્સને ઑપ્ટિકલ કૅરૅક્ટર રેકગ્નિશન (ઓસીઆર) ટિકિટ સ્કૅનર્સ (ટેક્સ્ટ રીડર્સ) આપવામાં આવ્યાં છે જ્યાં ટીસી માત્ર ક્યુઆર કોડ નહીં બલકે તમામ પ્રકારની ટિકિટો સ્કૅન કરી શકે છે.

એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈનાં સ્ટેશનો હંમેશાં ભીડભાડભર્યાં રહે છે અને પહોંચ પર નિયંત્રણ સમસ્યારૂપ છે. વર્ષોથી આરપીએફ દ્વારા એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ્સ ઊભાં કરવાના અને નંબર આપીને એમને મર્યાદિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ હવે ફ્લૅપ ગેટ્સ આ હેતુ માટે અમને ઉપયોગી થઈ શકે છે. વર્તમાન સમયમાં ભીડ ઓછી હોય છે અને આ વ્યવસ્થાને પૂર્ણપણે કાર્યરત કરવા માટે એને અજમાવી જોવાનો અવકાશ હોવાથી અત્યારે અમે આ પ્રક્રિયા હાથ ધરી શકીએ છીએ. ઓસીઆર ટિકિટ રીડર્સ આમાં મદદ કરશે. ચેક-ઇન માસ્ટર તરીકે ઓળખાતી એક મોબાઇલ ઍપ ટિકિટચેકિંગ સ્ટાફને આપવામાં આવી છે અને તેઓ કોઈ પણ ભય વિના તેમની ફરજ બજાવી શકે છે, કારણ કે તમામ પ્રકારની ટિકિટોને સલામત અંતરેથી તપાસી શકાય છે. આ ઉપરાંત પૅસેન્જરોના સ્ક્રીનિંગ માટે હૅન્ડ-હેલ્ડ થર્મલ ગન અને નેકબૅન્ડ્સ સાથેની પોર્ટેબલ પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ પણ પૂરી પાડવામાં આવશે.’

mumbai mumbai news chhatrapati shivaji terminus central railway coronavirus covid19 mumbai local train lockdown rajendra aklekar