મુંબઈ: આપણી લોકલ ટ્રેનોને આજે 95 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે

03 February, 2020 10:00 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: આપણી લોકલ ટ્રેનોને આજે 95 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે

પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન

એસી ટ્રેનમાં પ્રવાસ કરનારા મુંબઈગરાઓને ભાગ્યે જ ખ્યાલ હશે કે આજથી ૯૫ વર્ષ પહેલાં બૉમ્બે વિક્ટોરિયા ટર્મિનસ (હાલના સીએસએમટી)થી કુર્લા વચ્ચે મુંબઈમાં પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવામાં આવી હતી. બન્ને સ્ટેશનો વચ્ચેનું ૧૬ કિલોમીટરનું અંતર આ ચાર કોચની ટ્રેન એ સમયમાં ૫૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે કાપતી હતી. ગ્રેટ ઇન્ડિયન પેનિનસ્યુલા રેલવે (મધ્ય રેલવે)ની ટ્રેનના પ્રથમ મોટરમૅન જહાંગીર ફરામજી દારૂવાલા હતા. ટ્રેનને એ સમયના મુંબઈના ગવર્નર સર લેસ્લી વિલ્સને ફ્લૅગ-ઑફ કરી હતી. ત્રણ વર્ષ પછી એટલે કે ૧૯૨૮માં એ સમયે બૉમ્બે, બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે તરીકે ઓળખાતી પશ્ચિમ રેલવે પર પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવાઈ હતી.

ક્યારે કઈ ટ્રેન શરૂ થઈ?

વર્ષ     ટ્રેનની વિગત
૧૯૨૫ ૪ કોચ - હાર્બર લાઇન
૧૯૨૭ ૮ કોચ - મેઇન અને હાર્બર લાઇન
૧૯૬૧ ૯ કોચ ર - મેઇન લાઇન
૧૯૮૬ ૧૨ કોચ - મેઇન લાઇન
૧૯૮૭ ૧૨ કોચ - કર્જત તરફ
૨૦૦૮ ૧૨ કોચ - કસારા તરફ
૨૦૧૦ ૧૨ કોચ - ટ્રાન્સહાર્બર લાઇન
૨૦૧૨ ૧૫ કોચ - મેઇન લાઇન
૨૦૧૬ ૧૨ કોચ - હાર્બર લાઇન

mumbai news rajendra aklekar kurla chhatrapati shivaji terminus central railway mumbai railways brihanmumbai electricity supply and transport