રેલવે બોર્ડે એટીવીએમ અને સ્માર્ટ કાર્ડના એક્સટેન્શનને આપી માન્યતા

07 November, 2020 10:18 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

રેલવે બોર્ડે એટીવીએમ અને સ્માર્ટ કાર્ડના એક્સટેન્શનને આપી માન્યતા

એટીવીએમ અને સ્માર્ટ કાર્ડ મશીન

મધ્ય અને પશ્ચિમ રેલવેને ગુરુવારે રેલવે બોર્ડ તરફથી પરાંની ટ્રેનના ઉતારુઓ માટે વેલિડેટર્સ સાથે ટિકિટ મશીન શરૂ કરવા તેમ જ મુદત પૂર્ણ થઈ ગયેલા સ્માર્ટ કાર્ડની માન્યતાનું વિસ્તરણ કરવા જણાવ્યું હતું. જોકે મોબાઇલ ટિકિટિંગ ઍપ પછીથી શરૂ કરવામાં આવશે.

ટિકિટિંગ ઍપ અને ટિકિટ મશીન ફરી શરૂ કરવાની આવશ્યકતાના ‘મિડ-ડે’ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને કારણે ઝોનલ રેલવેએ આ સંબંધે મંજૂરી મેળવવા ગયા અઠવાડિયે રેલવે બોર્ડ સમક્ષ રજૂઆત કરી હતી.

મુંબઈમાં પરાંના વિસ્તાર માટે ઑટોમૅટિક ટિકિટ વેલિડેટિંગ મશીન (એટીવીએમ) કાર્યાન્વિત કરવામાં આવી શકે છે. જોકે કઈ તારીખે શરૂ કરાશે તેમ જ કયા સ્થળે કેટલાં મશીન કાર્યાન્વિત કરાશે એનો નિર્ણય સંબંધિત ઝોનલ રેલવેના અધિકારીઓ કરશે. જોકે એટીવીએમ દ્વારા માત્ર પાત્ર મુસાફરોને ટિકિટ મળી શકશે. અનધિકૃત પૅસેન્જર એટીવીએમમાંથી ટિકિટ મેળવી શકશે નહીં એમ રેલવે બોર્ડે મધ્ય અને પશ્ચિમ રેલવેને એક આદેશ દ્વારા જણાવ્યું હતું.

આદેશમાં જણાવાયું હતું કે લૉકડાઉનને કારણે સ્માર્ટ કાર્ડમાં દિવસોના નુકસાનને ભરપાઈ કરી આપવામાં આવશે.

mumbai news mumbai indian railways western railway central railway rajendra aklekar