મહાનગરપાલિકા મિલકતોના ડિમોલિશન અને ઑક્શન પર બ્રેક મારે:બામ્બે હાઈ કોર્ટ

20 March, 2020 07:59 AM IST  |  Mumbai | Agencies

મહાનગરપાલિકા મિલકતોના ડિમોલિશન અને ઑક્શન પર બ્રેક મારે:બામ્બે હાઈ કોર્ટ

બામ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્રની નગરપાલિકાઓને મિલકતોના ડિમોલિશન અથવા ઑક્શનની કાર્યવાહી હાલપૂરતી મોકૂફ રાખવાનું સૂચન કર્યું હતું, કારણ કે સામાન્યપણે આ મામલાઓમાં રાહત મેળવવા માટે જેનો આશરો લેવામાં આવે છે એ અદાલતો હાલમાં કોરોના વાઇરસના વ્યાપને કારણે મર્યાદિત કલાકો પૂરતી કામ કરે છે.

જસ્ટિસ એસ. જે. કાથાવાલા અને આર. આઇ. ચાગલાની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે અદાલતો બપોરે ૧૨ વાગ્યાથી બે વાગ્યા સુધી માત્ર અતિઆવશ્યક મામલાઓ જ હાથ ધરે છે.

બેન્ચે નોંધ્યું હતું કે મોટા ભાગના અતિઆવશ્યક મામલા મ્યુનિસિપલ કૉર્પોરેશનને ડિમોલિશન, કબજો છોડાવવા અને સંલગ્ન મિલકતોના ઑક્શન રાખવાની પ્રવૃત્તિ હાથ ધરતાં અટકાવવાની માગણીને લગતા હોય છે.

આ પણ વાંચો : હોમ ક્વૉરન્ટીનનો સ્ટૅમ્પ ધરાવનારા વિદેશી નાગરિકો રેલવે માટે બન્યા ટેન્શનનું કારણ

હાઈ કોર્ટે મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ દ્વારા જારી કરવામાં આવેલી ડિમોલિશનની નોટિસ સામે હાઉસિંગ સોસાયટી દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી કરી હતી.

mumbai mumbai news coronavirus bombay high court