મુંબઈ: માર્કશીટ પર કોરોનાને કારણે પાસ એવા સિક્કાને મામલે થશે તપાસ

15 July, 2020 07:02 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ: માર્કશીટ પર કોરોનાને કારણે પાસ એવા સિક્કાને મામલે થશે તપાસ

પ્રતીકાત્મક તસવીર

મહામારીની વચ્ચે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ફાઇનલ યરની પરીક્ષાઓ નહીં યોજવામાં આવે, એ મામલે રાજ્ય સરકારે અખત્યાર કરેલા મક્કમ વલણના એક દિવસ બાદ ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન આશિષ શેલારે અમરાવતીની કૃષિ કૉલેજ માર્કશીટ્સ પર ‘પ્રમોટેડ કોવિડ-19’ (કોવિડ-19ના કારણે આગળ વધારવામાં આવ્યા) સ્ટૅમ્પ લગાવશે એવી ટિપ્પણીએ વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. કૃષિપ્રધાન દાદાજી ભૂસેએ આ મામલે તપાસ આદરી હતી અને જણાવ્યું હતું કે માર્કશીટ પર આ મુજબનો ઉલ્લેખ કરવા વિશે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચો : મુંબઈ: ઍન્ટિજન ટેસ્ટ અભિયાનમાં બે પ્રાઇવેટ લૅબોરેટરી પણ હવે જોડાઈ

શેલારે અમરાવતીના સ્થાનિક અખબારી અહેવાલનો સંદર્ભ ટાંક્યો હતો, જેમાં જણાવાયું હતું કે શિવાજી કૉલેજ ઑફ હૉર્ટિકલ્ચરે કૃષિપ્રધાનના વડપણ હેઠળની કૃષિ યુનિવર્સિટીઓના આદેશને પગલે માર્કશીટ પર નોંધ કરવાનું નક્કી કર્યું છે. આ પરથી સ્પષ્ટ છે કે કૃષિ યુનિવર્સિટીઓની માર્કશીટ્સમાં આવી નોંધ હશે. આ ખરેખર ખોટું છે. એની થોડી જ વારમાં કૃષિપ્રધાન દાદાજી ભૂસેએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. માર્કશીટ્સ પર કોવિડ-19નો ઉલ્લેખ કરવામાં આવશે એ બાબતે કરવામાં આવેલી ફરિયાદ તરફ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું છે. આ કિસ્સામાં મહારાષ્ટ્ર કાઉન્સિલ ફૉર ઍગ્રિકલ્ચરલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચને તપાસ હાથ ધરવાનો અને આ સંદર્ભના કોઈ સરકારી આદેશની ગેરહાજરીમાં આ નોંધ કરવાનો હુકમ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એમ દાદાજી ભૂસેએ ટ્વીટ કરી હતી.

mumbai mumbai news pallavi smart coronavirus covid19 lockdown