પીએમ 28 નવેમ્બરે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની મુલાકાતે આવશે

27 November, 2020 07:59 AM IST  |  Pune | Agency

પીએમ 28 નવેમ્બરે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની મુલાકાતે આવશે

નરેન્દ્ર મોદી

પીએમ નરેન્દ્ર મોદી શનિવારે પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની મુલાકાત લેશે. આ સંસ્થાએ કોરોનાની રસી વિકસાવવા અગ્રણી વૈશ્વિક ફાર્મા કંપની એસ્ટ્રાઝૅનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે હાથ મીલાવ્યા છે.

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશને સાત ફર્મને પ્રી-ક્લિનિકલ ટેસ્ટ, ચકાસણી અને વિશ્લેષણ માટે કોરોનાની રસીના ઉત્પાદનની મંજૂરી આપી છે, જેમાંથી બે ફર્મ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ) અને જિન્નોવા બાયોફાર્માસ્યુટિકલ્સ છે. અમે શનિવારે વડા પ્રધાનની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની મુલાકાત વિશે કન્ફર્મેશન મેળવ્યું છે, પણ તેમનો વિગતવાર કાર્યક્રમ મેળવવો હજી બાકી છે, એમ પુણે ડિવિઝનલ કમિશનર સૌરભ રાવે જણાવ્યું હતું.

ગયા મંગળવારે રાવે જણાવ્યું હતું કે ‘પીએમ પુણેની મુલાકાત લે એવી શક્યતા છે અને જો એમ થશે તો આ મુલાકાત પાછળનો ઉદ્દેશ કોરોનાની રસીની સ્થિતિની સમીક્ષા કરવાનો અને રસી ક્યારે ઉપલબ્ધ થશે, એનાં ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા વિશે જાણવાનો હશે.’

mumbai mumbai news pune coronavirus covid19