મુંબઈ: મલાડના કચ્છી યુવાને શું કામ જીવન ટૂંકાવ્યું?

15 June, 2019 11:24 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ: મલાડના કચ્છી યુવાને શું કામ જીવન ટૂંકાવ્યું?

તરલ તનસુખ ધરોડ

મલાડ (પૂર્વ)માં સંગીતા ટૉકીઝ પાસેના ગૌતમનગરમાં પત્ની સાથે રહેતા ૨૮ વર્ષના કચ્છી યુવકે ગુરુવારે સવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કચ્છના વાંકી ગામના વતની અને એપીએમસી માર્કેટમાં જૉબ કરતા યુવાનનો પત્ની સાથે કોઈક કારણસર ઝઘડો થયો હતો અને ત્યાર બાદ તેણે આ પગલું ભર્યું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.

પોલીસે જણાવ્યા મુજબ મલાડ (ઈસ્ટ)માં દત્ત મંદિર રોડ પરના દાદાદાદી પાર્ક પાસેના ગૌતમનગરમાં રહેતા ૨૮ વર્ષના તરલ તનસુખ ધરોડનો મૃતદેહ ગુરુવારે સવારે ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ કરાયા બાદ પોલીસે ઘટનાસ્થળે જઈને મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપ્યો હતો.

સૂત્રોએ જણાવ્યા મુજબ તરલનાં થોડા સમય પહેલાં લગ્ન થયાં હતાં. પત્નીનાં આ બીજાં લગ્ન હતાં અને તરલનાં પહેલાં. તરલનાં માતાપિતા બહારગામ હોવાથી ગુરુવારે સવારે પતિ અને પત્ની ઘરમાં એકલાં હતાં ત્યારે તેનો મૃતદેહ મYયો હતો. તરલ એપીએમસી માર્કેટમાં જૉબ કરતો હતો અને તેને બાઇક માઉન્ટેનિયરિંગનો જબરો શોખ હાતો. ગયા વર્ષે તે લેહ-લદ્દાખ ગયો હતો.

પોલીસે તરલના મૃતદેહનો કબબો લઈને પોસ્ટમૉર્ટમ કરાવ્યું હતું. ગુરુવારે સાંજે જ તેના અંતિમ સંસ્કાર થવાના હતા, પરંતુ માતાપિતા બહારગામ હોવાથી તેઓ આજે મુંબઈ આવે ત્યાર બાદ અંતિમક્રિયા કરવામાં આવશે.

તરલના મૃત્યુ વિશે તેના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કયોર્ હતો, પરંતુ તેમણે એ વિશે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. તરલે પોતાના ફેસબુક-અકાઉન્ટમાં બાઇક માઉન્ટેનિયરિંગના ફોટો અને વિડિયો શૅર કર્યા છે.

આ પણ વાંચો : મુંબઈ: ઇન્ટર્નલ માર્ક્સના મામલે ગૂંચવાડો યથાવત

તરલનો આકસ્મિક મૃત્યુનો કેસ મલાડ-ઈસ્ટના દિંડોશી પોલીસ-સ્ટેશને નોંધવામાં આવ્યો છે. આ વિસ્તારના ઝોન-૧૨ના ડીસીપી ડૉ. વિનયકુમાર રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તરલ તનસુખ ધરોડનો મૃતદેહ ગુરુવારે સવારે તેના ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણે આ પગલું પત્ની સાથેના ઝઘડાને લીધે ભર્યું હોવાનું જણાય છે. તેની પાસેથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી એટલે પોલીસ આગળની તપાસ કરી રહી છે..’

malad suicide mumbai news