મુંબઈમાં પાવર સપ્લાઇ બંધ

12 October, 2020 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઈમાં પાવર સપ્લાઇ બંધ

પ્રતીકાત્મક તસવીર

સોમવારની સવારે (Monday Morning) એકાએક મુંબઇ (Mumbai)ના મોટાભાગના વીજળી સપ્લાઇ (Electricity Supply) ન હોવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇની પ્રણાલીને વીજળીની આપૂર્તિ કરવા માટે લાઇનો અને ટ્રાન્સફૉર્મર (કલાવા-પેડ્ઘે અને ખારઘર આઇસીટી)ની ઘણી ટ્રિપિંગ છે. મુંબઇમાં 360 મેગાવટની આપૂર્તિ પ્રભાવિત થઈ. આખા મુંબઇમાં પાવર કટની સમસ્યા છે. મરમ્મતનું કામ શરૂ થઈ ગયું.

400 કેવી લાઇન ટ્રિપ થઈ છે. સંપૂર્ણ MIDC, પાલઘર, દહાણૂ લાઇને પ્રભાવિત થઈ છે. ઇએચવી ટીમ પ્રમાણે આપૂર્તિ પહેલા જેવી કરવા માટે એકાદ કલાકનો સમય લાગી શકે છે. રેલવે પણ વીજ સપ્લાય ન થવાની અસર થઈ છે. સેન્ટ્રલ રેલવેની ઘણી ટ્રેન પણ ટ્રેક પર જ ટ્રેન અટકી ગઈ છે. ચર્ચગેટથી લઈને બોરીવલી સુધી રેલવે સેવા ઠપ્પ છે.

mumbai mumbai news