કઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરવા માગે છે આનંદ મહિન્દ્ર?

18 October, 2020 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરવા માગે છે આનંદ મહિન્દ્ર?

ફાઈલ તસવીર

સોમવારે ગ્રીડ ફેલ થતા મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીની સપ્લાય બંધ થઈ હતી. લોકો ખૂબ જ હેરાન થયા હતા, બીજી બાજુ સોશ્યલ મીડિયામાં મિમ્સ પણ વાયરલ થવા લાગ્યા હતા. અત્યારસુધી સોમવારની આ ઘટનાના મિમ્સ જ ફરતા હતા પરંતુ એક પોસ્ટ એવી વાયરલ થઈ રહી છે જેનાથી પરિસ્થિતિની ગંભીરતાને સમજાશે.

મહારાષ્ટ્ર સૂચના કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર દયાનંદ કાંબળેએ એક ટ્વીટ કર્યું હતું, જેની નોંધ સોશ્યલ મીડિયામાં મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્ર સહિત ઘણા લોકોએ લીધી છે.

દયાનંદ કાંબળેએ વીજળીની સપ્લાય ખોરવાઈ જવાનું કારણ વિગતવાર સમજાવતા એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ પોતાના જીવના જોખમે કેબલને સરખો કરી રહ્યો છે. આ વીડિયોને 56 હજારથી પણ વધુ વ્યૂ અને ત્રણ હજારથી વધુ રી-ટ્વીટ થયા હતા.

આનંદ મહિન્દ્રએ પણ રિ-ટ્વીટ કરતા લખ્યું કે, ક્યારે પણ ફરિયાદ કરતા પહેલા હું આ હાય-વાયર ડેરડેવિલ્સનો વિચાર કરીશ અને તેની સુરક્ષા માટે પ્રાર્થના કરીશ.

અન્ય યુઝર્સે પણ આ વ્યક્તિના વખાણ કર્યા હતા અને વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.

mumbai news viral videos twitter anand mahindra