આવા રોડની તકલીફ કેટલાં વર્ષ સુધી અમારે સહેવી પડશે?

10 July, 2022 10:05 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

આરે કૉલોનીના રોડ પ્રત્યે સેવાતા દુર્લક્ષથી રહેવાસીઓ પરેશાન : ચોમાસા પહેલાં અહીંના રસ્તાઓનું સમારકામ કરવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ મળતો નથી

આરે કૉલોનીના અંદરના રસ્તા પર વરસાદમાં પડેલા ખાડા (તસવીર : અનુરાગ આહિરે)

મુંબઈ અને એમએમઆરના મુખ્ય રસ્તાઓ પરના ખાડાઓ વિશે લગભગ પ્રત્યેક વ્યક્તિના મોઢામાં ફરિયાદ છે, પરંતુ આરે મિલ્ક કૉલોનીના રોડની સ્થિતિ બદથી બદતર બની ગઈ છે. કેટલાંક સ્થળોએ રસ્તાઓ એટલી હદે ખરાબ છે કે ટૂ-વ્હીલરચાલક જો આ રસ્તા પર વાહન ચલાવે તો તે ચોક્કસપણે પડી જાય અને ગંભીર ઈજા થાય. ગર્ભવતી મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે પણ આ રસ્તો જોખમી છે. આરેના આંતરિક વિસ્તારમાં રસ્તાની બિસમાર હાલત વિશે કોઈ વાત નથી કરી રહ્યું એમ જણાવતાં આરેના રહેવાસી શૈલેન્દ્ર દુબેએ કહ્યું હતું કે હજી કેટલાં વર્ષ અમારે આ તકલીફો સહન કરવાની રહેશે?

ન્યુ ઝીલૅન્ડ હૉસ્ટેલથી ગોરેગામ ચેકનાકા સુધીના રસ્તાની ‘મિડ-ડે’એ લીધેલી મુલાકાત દરમ્યાન જણાયું હતું કે ભારે વરસાદની સ્થિતિમાં આ રસ્તાઓ ખાડાથી ભરાઈ જવા ઉપરાંત  તદ્દન અસમથળ થઈ જાય છે.

આરેમાં લગભગ ૪૦ કિલોમીટર કરતાં વધુ આંતરિક રસ્તો છે, જે ૨૮ આદિવાસી વસાહતોને સાંકળે છે. ૨૦૧૯માં રસ્તાના કેટલાક પટ્ટાઓનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. દર વર્ષે ચોમાસા પહેલાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ મળતો નથી. 

mumbai mumbai news mumbai monsoon mumbai rains aarey colony ranjeet jadhav