કોરોનાના કેરને કારણે સંસદનું ચોમાસુ સત્ર ટૂંકાવવાની શક્યતા

20 September, 2020 10:45 AM IST  |  New Delhi | Agency

કોરોનાના કેરને કારણે સંસદનું ચોમાસુ સત્ર ટૂંકાવવાની શક્યતા

પાર્લામેન્ટ

કાયદા ઘડતરની તથા અન્ય મહત્વનાં કાર્યો એકાદ અઠવાડિયામાં આટોપાઈ જવાની આશા સાથે સંસદનું ચોમાસુ સત્ર ટૂંકાવવાની વિચારણા સરકારે શરૂ કરી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સત્રની મુદત ૧૪ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર સુધીની છે, પરંતુ કેટલાક ખરડા અને બધા વટહુકમો પસાર થઈ જાય તો પણ ચોમાસુ સત્ર ટૂંકાવવાનો નિર્ણય લેવાની શક્યતા સૂત્રોએ દર્શાવી હતી. સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી હતી.

કોરોના રોગચાળા અને આરોગ્ય સંબંધી નિયંત્રણોના અનુસંધાનમાં સત્ર ટૂંકાવવાની વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રૂટીન ટેસ્ટ્સમાં સંસદસભ્યો, સંસદ ભવનના કર્મચારીઓ વગેરે સંબંધિતોના કોરોનાના રિપોર્ટ્સ પૉઝિટિવ આવતાં મોટા નેતાઓમાં પણ ઇન્ફેક્શન ફેલાવાની આશંકા પેદા થઈ હતી. કેન્દ્રના વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરી અને પર્યટન ખાતાના પ્રધાન પ્રહલાદ પટેલના કોરોના ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા. થોડા દિવસો પહેલાં બન્ને પ્રધાનોના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા, ત્યારપછી બન્ને સંસદની કાર્યવાહીમાં સહભાગી થઈ રહ્યા છે.

mumbai mumbai news