મુંબઈ પોર્ટ ટ્રસ્ટનાં જર્જરિત બિલ્ડિંગનું રીડેવપલમેન્ટ

23 September, 2012 05:09 AM IST  | 

મુંબઈ પોર્ટ ટ્રસ્ટનાં જર્જરિત બિલ્ડિંગનું રીડેવપલમેન્ટ

આ વિશે કેન્દ્ર સરકારની પરવાનગી લેવામાં આવશે અને જો પરવાનગી મળી જશે તો મ્હાડાને વધારાનાં ત્રણ હજાર ઘર મળશે જેનો ઉપયોગ એના બીજા પ્રોજેક્ટના અસરગ્રસ્ત લોકોને ભાડે અલૉટ કરવા માટે કરવામાં આવશે.

રિપેર ઍન્ડ રીકન્સ્ટ્રક્શન બોર્ડના ચૅરમૅન પ્રશાંત લાડે આ મુદ્દે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું છે કે ‘મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં એવી ઘણી ઇમારતો છે જે જૂની થઈ ગઈ હોવાથી જર્જરિત હાલતમાં છે એટલે એના રીડેવલપમેન્ટની દરખાસ્ત મુંબઈ પોર્ટ ટ્રસ્ટને મોકલવામાં આવી છે. એક વાર એને મુંબઈ પોર્ટ ટ્રસ્ટની પરવાનગી મળી જશે પછી એને કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવશે. જો કેન્દ્રની પરવાનગી મળી જશે તો મ્હાડાને વધારાનાં ત્રણ હજાર ઘર મળશે જેનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટ કૅમ્પમાં લોકો માટે કરવામાં આવશે.’

મ્હાડા = મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી