મિત્રો સાથે પાર્ટી કરવા જવાનું વિચારો છો?તો મુંબઈ પોલીસનું આ મીમ જોજો

24 June, 2020 06:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મિત્રો સાથે પાર્ટી કરવા જવાનું વિચારો છો?તો મુંબઈ પોલીસનું આ મીમ જોજો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસના સોશ્યલ મીડિયા પેજનું ફૅન ફૉલોઈંગ બહુ જબરજસ્ત છે. કારણકે મુંબઈ પોલીસના પોસ્ટ બહુ મનોરંજક અને ક્રિએટીવ હોય છે. કોરોના વાયરસ (COVID-19) મહામારીના સમયમાં લોકોને જાગૃત કરવા માટે મુંબઈ પોલીસે અનેક જુદા જુદા મીમ્સ બનાવ્યા છે. લૉકડાઉનમાં પણ મુંબઈ પોલીસના મીમ્સ બહુ વાયરલ થયા હતા. અત્યરે અનલૉક 1.0 ચાલી રહ્યું છે અને લોકો બિન્દાસ બહાર ફરવા નીકળે છે. મિત્રો સાથે પાર્ટી કરવા પણ લોકો નીકળી પડે છે. પરંતુ એ નથી સમજતા કે આ સમય પાર્ટી કરવાનો નહીં પણ સોશ્યલ ડિસટન્સિંગ સાથે જીવવાનો છે. આ જ બાબત લોકોને સમજાવવા માટે મુંબઈ પોલીસે તેમના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એક મીમ શૅર કર્યું છે. જે બહુ વાયરલ થયું છે.

મંગળવારે મુંબઈ પોલીસે પોસ્ટ કરેલા મીમમાં નીતૂ કપૂર અને ઋષિ કપૂરની ફિલ્મ 'ખેલ ખેલ મેં'ના લોકપ્રિય ગીત 'એક મેં ઔર એક તૂ' ગીતના બોલ 'દૂરિયા વક્ત આને પર મિટાએંગે'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસે સોશ્યલ ડિસટન્સિંગનો મેસેજ આપતા લખ્યું છે કે, 'મારા પાર્ટી પ્રિય મિત્રો: બહુ લાંબો સમયથી એકબીજાને મળ્યા નથી, ચાલો મળીએ. ત્યારે સોશ્યલ ડિસટન્સિંગ મને કહે છે: દૂરિયા વક્ત આને પર મિટાએંગે'

મુંબઈ પોલીસનું આ ટ્વીટ યુર્ઝસને બહુ ગમ્યું છે. લોકો પોલીસના આ ટ્વીટ પર જાતજાતની કમેન્ટ કરી રહ્યાં છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 40.3k વ્યૂઝ મળ્યાં છે. 

coronavirus covid19 lockdown mumbai mumbai news mumbai police twitter instagram