મુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી રવિ પૂજારીની કસ્ટડી લેશે

21 February, 2021 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી રવિ પૂજારીની કસ્ટડી લેશે

રવિ પૂજારી (ફાઈલ તસવીર)

છોટા રાજનના સાગરીત અને ત્યાર બાદ તેનાથી છૂટા પડીને પોતાની ગૅન્ગ બનાવનાર રવિ પૂજારીની ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે કર્ણાટક પોલીસ પાસેથી કસ્ટડી મે‍ળવવાના આદેશ મેળવ્યા છે. ૨૦૧૬માં વિલે પાર્લે-ઈસ્ટના હનુમાન રોડ પર આવેલી ગજાલી હોટેલના કર્મચારી પર ફાયરિંગ કરીને ખંડણી માગવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવશે.  આ બાબતે પોલીસ-ફરિયાદ પણ નોંધાઈ હતી. ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના અધિકારીઓએ આ કેસની ઝીણવટભરી તપાસ કરીને એ ગોળી ફાયર કરનાર આરોપી સહિત કુલ ૭ જણની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં તેઓ રવિ પૂજારી માટે કામ કરતા હોવાનું જણાયું હતું. આ કેસમાં રવિ પૂજારી વૉન્ટેડ હતો. ફેબ્રુઆરી ૨૦૨૦માં રવિ પૂજારીને સાઉથ આફ્રિકાની  સેનેગલ પોલીસ પાસેથી પ્રત્યર્પણ હેઠળ કસ્ટડી મેળવી તેને ભારત લાવવામાં આવ્યો હતો. હાલમાં તેની કસ્ટડી કર્ણાટક પોલીસ પાસે હતી.

mumbai mumbai news mumbai police karnataka chhota rajan ravi pujari