શિલ્પા શેટ્ટીને રાહત, રાજ કુન્દ્રા કેસ મામલે મુંબઈ પોલીસ નહીં મોકલે સમન્સ

23 July, 2021 12:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ કુન્દ્રા કેસ મામલે શિલ્પા શેટ્ટીને રાહત મળી છે. મુંબઈ પોલીસ દ્વારા શિલ્પા શેટ્ટીને સમન્સ પાઠવવામાં નહીં આવે.

શિલ્પા શેટ્ટી

ઉદ્યોગપતિ રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોના કથિત નિર્માણ અને એપ દ્વારા તેમના સંપર્કમાં હોવાના સંદર્ભમાં 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. આજે તેની ધરપકડ મામલે ચુકાદો જાહેર કરવામાં આવશે. પરંતુ આ દરમિયાન શિલ્પા શેટ્ટી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજની ધરપકડ બાદ એવી અટકળો થઈ રહી હતી કે શિલ્પાને મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ માટે પણ બોલાવવામાં આવી શકે છે, પરંતુ જો સૂત્રોની વાત માનીએ તો આ કેસમાં અભિનેત્રીને સમન્સ નહીં પાઠવવામાં આવે.

એક અહેવાલ મુજબ મુંબઇ પોલીસે કહ્યું કે, શિલ્પા શેટ્ટીને ચાલી રહેલા રાજ કુંદ્રા કેસમાં સમન્સ નહીં આવે. પોલીસે કહ્યું કે, શિલ્પા શેટ્ટી વાયાન ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટરમાંથી એક છે, જ્યારે પોલીસ તપાસ ફક્ત કેનરીન પર છે. કેનરીન યુકે સ્થિત કંપની છે અને હોટશોટ્સ એપ્લિકેશનનો માલિક છે, જ્યાં કથિત અશ્લીલ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અગાઉ સંયુક્ત પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ આ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું. શિલ્પા શેટ્ટીના અંગે તેમણે કહ્યું હતું કે, અમને હજી સુધી (શિલ્પા શેટ્ટીની) કોઈ સક્રિય ભૂમિકા મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ. અમે પીડિતોને આગળ આવવા અને ક્રાઇમ બ્રાંચ મુંબઈનો સંપર્ક કરવા અપીલ કરીશું. તેમજ અમે યોગ્ય કાર્યવાહી કરીશું.

આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ આ પહેલી પોસ્ટ છે. શિલ્પાએ એક બુકનું પેજ પોસ્ટ કર્યુ છે. જેમાં જેમ્સ થર્બની વાત કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે `ગુસ્સામાં પાછળ ફરીને ના જુઓ અથવા ડર રાથી આગળ ના જુઓ, પરંતુ જાગૃત રહી ચારેબાજુ જુઓ.`

વધુમાં તેમાં લખ્યું છે કે `આપણે એ લોકો તરફ ગુસ્સામાં પાછળ ફરીને જોઈએ છીએ જેણે આપણને દુઃખ પહોંચાડ્યું હોય, જે નિરાશા આપણે અનુભવી, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યું, આપણને સતત નોકરી ગુમાવવાનો, કોઈ બીમારીનો ભોગ ના બનીએ અથવા તો કોઈ પ્રિયજનનું મૃત્યુ ના થાય તેવો ડર રહેતો હોય છે. આપણે જે સ્થાન પર રહેવાની જરૂર છે, તે ત્યાં જ છે. અત્યારે જે થઈ રહ્યું છે અથવા શું થઈ શકે છે, તેને લઈ કોઈ ચિંતા ના કરો, પરંતુ પૂરી રીતે જાગૃત અવસ્થામાં રહી આસપાસ જોવાની જરૂર છે.`

તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રા પર આરોપ છે કે તેમણે અશ્લીલ સામગ્રી બનાવી છે અને મોબાઇલ એપ્લિકેશનો દ્વારા તેને પ્રકાશિત કરી છે. પોલીસે આક્ષેપ કર્યો છે કે આ અશ્લીલ સામગ્રી કુંદ્રાની માલિકીની આર્મ્સ પ્રાઈમ પ્રા.લિ. દ્વારા બનાવવામાં આવેલી `હોટશોટ્સ` એપ પર પોસ્ટ કરવામાં આવી હતી. હાલ રાજ કુંદ્રા પોલીસ કસ્ટડીમાં છે. ટીવી અભિનેત્રી ગેહના વશિષ્ઠ (32), યાસ્મિન આર. ખાન (40), મોનુ જોશી (28), પ્રતિભા નલાવડે (33), એમ. આતિફ અહેમદ (24), દિપાંકર પી.ખસ્નાવીસ (38), ભાનુસુર્ય ઠાકુર (26), તનવીર હાશ્મી (40) અને ઉમેશ કામત (39) સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અધિકારીને રાજ કુન્દ્રાએ આપી હતી 25 લાખની લાંચ: આરોપીનો દાવો

બૉલિવૂડ અને પોલીસ સત્તાવાર સૂત્રોએ દાવો કર્યો છે કે કુંદ્રા કેસમાં ચાલી રહેલી તપાસ એ અશ્લીલ-આઇસબર્ગની માત્ર એક ટિપ હોઈ શકે છે, જે લાંબા સમયથી મનોરંજન વર્તુળોમાં ધમધમતી રહી છે અને તેમાં દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. ઉચ્ચ-પ્રોફાઇલ મોડેલો અથવા અભિનય સંયોજકો દ્વારા સહાય કરવામાં આવી છે.

mumbai mumbai news shilpa shetty raj kundra