કૉમેડિયન કપિલ શર્માને મુંબઇ પોલીસના સમન્સ, કારડિઝાઇનર દીલિપ છાબરિયા કેસ

07 January, 2021 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કૉમેડિયન કપિલ શર્માને મુંબઇ પોલીસના સમન્સ, કારડિઝાઇનર દીલિપ છાબરિયા કેસ

તસવીર સૌજન્ય જાગરણ

કૉમેડિયન કપિલ શર્માએ કાર ડિઝાઇનર દીલિપ છાબરિયા વિરુદ્ધ કહેવાતી રીતે દગાખોરી કરવાની ફરિયાદ નોંધાવી હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તેમને સમન જાહેર કરતા સાક્ષ્ય તરીકે પોતાનું નિવેદન નોંધવા બોલાવ્યા છે. જણાવવાનું કે 28 ડિસેમ્બર 2020ના દીલિપ છાબરિયાની એક ષડયંત્ર અને દગાખોરી મામલે ધરપકડ કરવામાં આવી હચી. ડીસી ડિઝાઇનના સંસ્થાપક, કાર સંશોધન સ્ટૂડિયો, છાબરિયાને કહેવાતી રીતે ભારતીય દંડ સંહિતા (IPC)નો ધારો 420 હેઠળ ષડયંત્ર અને વિશ્વાસ તોડવા, તેમજ અપરાધિક ષડયંત્ર અને દગાખોરી હેઠળ કાર રજિસ્ટ્રેશન રેકેટ માટે ધરપકડ કરવામાં આવી હતી.

જાણીતા કાર ડિઝાઇનર દીલિપ છાબરિયાની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. દીલિપ છાબરિયાની છેતરપિંડી તેમજ દગાખોરી મામલે 28 ડિસેમ્બર 2020ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. છાબરિયા વિરુદ્ધ ધારો 420, 465, 467, 468, 471, 120 (બી) અને 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે દીલિપ છાબરિયાની એક લગ્ઝરી કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે. એક વરિષ્ઠ આઇપીએસ અધિકારી પ્રમાણે મુંબઇ પોલીસે તેમને ધરપકડ પછી પોલીસ મુખ્યાલયમાં રાખ્યા છે.

મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે દીલિપ છાબરિયાની ફેક્ટ્રીમાં છાપેમારી કરી 14 કાર અને 40 એન્જિન જપ્ત કર્યા હતા. આ સિવાય 19 લગ્ઝરી કાર અને મોટર સાઇકલ પણ જપ્ત કરી હતી. તપાસમાં પોલીસને માહિતી મળી છે કે છાબરિયા અને તેમની ફર્મે કેટલીય નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પોતે ગ્રાહક જણાવતા ડીસી સ્પોર્ટ્સ કારોની ખરીદી માટે કરજ પણ લઈ રાખ્યું હતું. છાબરિયા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી પ્રત્યેક કાર માટે 42 લાખની લોન લેવામાં આવી હતી. આ કંપનીએ ભારતમાં વેચવામાં આવેલી કુલ 120 કારમાંથી 90 કાર પર લોન લીધી હતી. કેટલીય કાર પર તો આ કંપનીએ ત્યારે લોન લીધી જ્યારે તે કાર ગ્રાહકને વેચી દેવામાં આવી હતી.

mumbai mumbai news kapil sharma