જાતીય હુમલાના કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસનું તેડું

30 September, 2020 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાતીય હુમલાના કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસનું તેડું

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

મુંબઈ પોલીસે બુધવારે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ને જાતીય હુમલાના કેસમાં સમન્સ મોકલાવ્યું છે. અભિનેત્રી પાયલ ઘોષ (Payal Gosh)એ કરેલા જાતીય હુમલાના કેસમાં 1 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે વર્સોવા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.

2013 માં પાયલ ઘોષે જાતીય દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ મુંબઇ પોલીસે કશ્યપ સામે એફઆઈઆર નોંધી હતી. બુધવારે અનુરાગ કશ્યપ વિરુદ્ધ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનથી સમન્સ રિલીઝ થયું છે. સમન્સમાં તેમને પોલીસની પરવાનગી વગર મુંબઈ ન છોડવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, રેપના આરોપોને અનુરાગ કશ્યપે તેના વકીલ મારફતે સ્ટેટમેન્ટ રિલીઝ કરાવી સંપૂર્ણ રીતે નકારી દીધા છે અને નિરાધાર ગણાવ્યા છે.

22 સપ્ટેમ્બરે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે અનુરાગ કશ્યપ વિરુદ્ધ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ ફાઈલ કરાવ્યો. એક્ટ્રેસનો આરોપ છે કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશન પર રેપ કર્યો હતો. અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખરાબ વર્તન, ખોટા હેતુથી રોકવાનો અને મહિલાનું અપમાન કરવાની ધારાઓ હેઠળ કેસ ફાઈલ થયો છે. આઈપીસીની ધારા 376, 354, 341 અને 342 હેઠળ અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

mumbai news mumbai police versova anurag kashyap