નવા વર્ષનું મુંબઇમાં આમ થવાનું હતું સ્વાગત,પોલીસે જપ્ત કરી આટલી કોકિન

01 January, 2021 07:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

નવા વર્ષનું મુંબઇમાં આમ થવાનું હતું સ્વાગત,પોલીસે જપ્ત કરી આટલી કોકિન

પ્રતીકાત્મક તસવીર

મુંબઇમાં ગયા અઠવાડિયાથી નાઇટ કર્ફ્યૂ લાગૂ પાડવામાં આવ્યો છે પણ ડ્રગ માફિયાઓને આશા હતી કે તે નવા વર્ષની પાર્ટીઓ માટે ડ્રગ્સ દ્વારા સારી કમાણી કરી લેશે. આ કારણે તે ગ્રાહકોની શોધમાં જ્યારે ડ્રગ તસ્કરોએ રસ્તા પર જવાનું શરૂ કરી દીધું, તો મુંબઇ પોલીસે તેમને ટ્રૅક કરવાના પ્રયત્ન કર્યા. આ દરમિયાન બાન્દ્રા એન્ટી નાર્કોટિક્સ સેલને ગુરુવારે રાતે 51 લાખ રૂપિયાની કિંમતની કોકિન જપ્ત કરવામાં સફળતા મળી.

DCP દત્તા નલાવડેએ જણાવ્યું કે તેમની ટીમે એક કેસમાં વિદેશી નાગરિક હોનોરે ગાહીની ધરપકડ કરી છે. હોનોરે રાતે વાકોલામાં જ્યારે એક હૉસ્ટેલ પાસે ધીમી ગતિએ નેનો કાર ફેરવી રહ્યો હતો, ત્યારે સીનિયર ઇન્સ્પેક્ટર અનિલ વાઢવણેને શંકા થઈ. તેણે જ્યારે કાર ચાલક વ્યક્તિને રોકાવા કહ્યું, તો તે ગભરાયો. આ અંગે વાઢવણેએ પૂછ્યું, "તું આટલો બધો પરેશાન કેમ છે?" ત્યારે તેણે કંઇ જવાબ ન આપ્યો. પછી જ્યારે નેનોની ચકાસણી કરવામાં આવી, તો તેમાંથી 204 ગ્રામ કોકિન મળી.

સીડીઆર કાઢી રહી છે પોલીસ
અનિલ વાઢવણે પ્રમાણે, આરોપીનો પાસપૉર્ટ પણ પોલીસે જપ્ત કર્યો છે. તેનો વીઝા એક્સ્પાયર થઈ ગયો છે. તેમ છતાં તે મુંબઇમાં રહીને ડ્રગ્સનું કારોબાર કરી રહ્યો હતો. પોલીસ હવે તેના મોબાઇલનું સીડીઆર કાઢી રહી છે, જેથી ખબર પડે કે તેની પાસેથી કોણ-કોણ ડ્રગ્સ લેતા હતા. તપાસમાં ખબર પડી છે કે તે સમયાંતરે પોતાનું રહેવાનું એડ્રેસ બદલી દેતો હતો. તે આ કારોબારમાં પોતાની સાથે અન્ય કોઇને રાખતો નહોતો, જેથી બીજાના પકડાઇ જવા પર તેનો તાગ ન મેળવી શકાય. તે પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ ક્યારેય કરતો નહોતો. તેણે આ માટે નેનો કાર ખરીદી હતી. જેથી તે ગ્રાહક સુધી સરળતાથી પહોંચી શકે, પણ તપાસ એજન્સીઓને તેના સુધી પહોંચવામાં હંમેશાં મુશ્કેલી આવે.

mumbai mumbai news mumbai crime news Crime News