Mumbai: ગાઢ અંધારું હતું ને મરીન ડ્રાઈવ પહોંચ્યો શખ્સ, સારું થયું કે પોલીસ હતી નહીંતર....

07 August, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: મરીન ડ્રાઈવ પર ગઈ રાત્રે એક શખ્સે સમુદ્રમાં કૂદકો મારીને જાન આપી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તેને બચાવી લીધો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)

મુંબઈ (Mumbai)માં ગઈ રાત્રે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. મરીન ડ્રાઈવ પર ગઈ રાત્રે એક શખ્સે સમુદ્રમાં કૂદકો મારીને જાન આપી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તેને બચાવી લીધો હતો. અહેવાલો અનુસાર દોઢ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. ત્યારે જઈને સમુદ્રમાં ભૂસકો મારનાર શખ્સને બચાવી લેવામાં સફળતા મળી હતી.

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ગઈકાલે રાત્રે મુંબઈ (Mumbai)માં મરીન ડ્રાઇવ પર એક શખ્સે સમુદ્રમાં કૂદકો માર્યો હતો. પરંતુ ત્યાં ડ્યુટી પર હાજર રહેલા પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક તેને બચાવવાના પગલા લીધા હતા. લગભગ દોઢ કલાક સુધી આ શખ્સ હાઈ-વોલ્ટેજ ડ્રામા કરતો રહ્યો. જવાનો તેને રોકી રહ્યાં હોવા છતાં આ શખ્સે લગભગ બે વાર ડૂબી મરવાનો ડ્રામા કર્યો હતો. એટલું જ નહીં તેણે તો બચાવ કાર્યકરો સાથે ઝપાઝપી પણ કરી હતી. પરંતુ ફાયર બ્રિગેડના પ્રયાસો બાદ તેને ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

સદનસીબે મરીન ડ્રાઇવ (Mumbai) પર ઘટના બની ત્યારે પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા. અચાનકથી એક શખ્સ આવે છે અને સમુદ્રના પાણીમાં કુદવાની કોશિશ કરે છે. દરિયામાં કૂદકો લગાવીને મોતને વ્હાલું કરવા જનાર આ શખ્સની ઉંમર 35થી 40 વર્ષની વચ્ચે હોય તેવું અનુમાન છે. ફરજ પર હાજર પોલીસ તરત જ તેને રોકવા દોડી ગઈ હતી પરંતુ અંધારું હોવાથી તેને પાછો વાળવામાં પોલીસને તકલીફ પડી હતી. તરત જ આ બાબતની જાણ જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. થોડી જ વારમાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ શખ્સને બચાવી લેવામાં સફળતા મળી હતી. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આ શખ્સ દૂર એક પથ્થર પર ઊભો જોવા મળ્યો હતો. જ્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેની પાસે પહોંચ્યા ત્યારે તેણે ફરી ડૂબકી લગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેના આ બીજા પ્રયાસ વખતે તો ફાયર બ્રિગેડના જવાનોએ પણ ક્ષણભરનો વિલંબ કર્યા વગર પાણીમાં કૂદીને તેને પકડી પાડ્યો હતો.  જોકે તે વ્યક્તિએ પોતાને ડૂબી મરતા રોકનાર ફાયર કર્મચારીઓ સાથે ઝગડવાનું શરુ કર્યું હતું. બાદમાં ફાયર બ્રિગેડના અન્ય સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહામુસીબતે તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ શખ્સને (Mumbai) પાણીમાંથી બહારકાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વારંવાર દરિયાના પાણીમાં કુદવાને કારણે તે ઘાયલ થયો હતો. જોકે આવું પગલું ભરનાર શખ્સ કોણ હતો અને તેણે શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આશરે દોઢ કલાક સુધી ચાલેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ ફાયર બ્રિગેડ અને પોલીસના પ્રયત્નોથી તે શખ્સનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

mumbai news mumbai marine drive Crime News mumbai crime news mumbai police