06 February, 2026 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઇન્સ્ટાગ્રામ યુઝર `ડિફેન્સ બ્રેટ` દ્વારા શૅર કરાયેલ 48 સેકન્ડનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુંબઈના બાન્દ્રામાં એક પોલીસ અધિકારી દ્વારા કૂતરાને લાકડીથી માર માર્યા માર્યાની ઘટનાની જાણ થાય બાદ પોલીસ અધિકારીને જાહેરમાં ઉઠક બેઠકની સજા આપવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં આરોપ કરવામાં આવ્યો છે કે પોલીસે માર મારતા શ્વાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.
વાયરલ વીડિયોમાં, મોડી સાંજે બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ પર આરોપી પોલીસ અધિકારીની આસપાસ ભીડ ભેગી થયેલી જોઈ શકાય છે. બે માણસો તેમના પર બૂમો પાડતા સાંભળવામાં આવે છે, અને તેમને ચેતવણી આપે છે કે જો કૂતરાની હાલત વધુ ખરાબ થશે તો પરિણામ ગંભીર થશે. તેમાંથી એક ગુસ્સામાં કહેતો સાંભળવામાં આવે છે, "જો શ્વાનને કંઈ થયું તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. હું તમને ચેતવણી આપી રહ્યો છું, તેથી તમારે પ્રાર્થના કરવાનું શરૂ કરવી જોઈએ કે શ્વાનને કંઈ ન થાય." થોડી વાર પછી, તે જ માણસ પોલીસ અધિકારીને ઉઠક બેઠક કરવા માટે સૂચના આપતો જોવા મળે છે અને માફી માગવા માટે ચોક્કસ વાતો બોલવા માટે મજબૂર કરે છે. જ્યારે પોલીસ અધિકારી ઉઠક બેઠકની કરવા લાગે છે ત્યારે તેઓ "હું કૂતરા પર હાથ ઉપાડીશ નહીં. હું મારા ગણવેશના વિશેષાધિકારોનો દુરુપયોગ નહીં કરું,” એમ કહેતા પણ સાંભલાઈ રહ્યા છે.
અધિકારી ઘટનાસ્થળે હાજર માણસોની સૂચના મુજબ દરેક આ વાતોનું પુનરાવર્તન કરવાનું શરૂ જ રાખે છે. તેમની આસપાસની ભીડ આ ઘટનાને જોઈ રહી છે, ઘણા લોકો તેમના ફોનમાં આ દ્રશ્ય રેકોર્ડ કરી રહ્યા છે. ક્લિપના અંતમાં, પોલીસ અધિકારી તે માણસોના પગ સ્પર્શ કરીને તેમની માફી માંગતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પર યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. જ્યારે કેટલાક લોકોએ કૂતરા પર થયેલા કથિત હુમલા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે, ત્યારે અન્ય લોકોએ પોલીસ અધિકારીનો સામનો કેવી રીતે કરવામાં આવ્યો અને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યું તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે શ્વાન કે કોઈપણ પ્રાણીને હાનિ પહોંચાડવા પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં હનુમાનજીની મૂર્તિની ચોતરફ અવિરત પરિક્રમા કરતા રહેતા કૂતરાને લોકો અનોખો ભક્ત સમજીને પૂજવા લાગ્યા હતા અને એનાં દર્શન કરવા લોકોની લાઇનો લાગવા લાગી હતી. હનુમાનજીની પ્રતિમા પછી તે દેવી દુર્ગાની મૂર્તિની પરિક્રમા કરવા લાગ્યો છે. ગ્રામીણોએ એને ભૈરવનું ઉપનામ આપીને પૂજવાનું શરૂ કરી દીધું છે ત્યારે આ કૂતરાની તપાસ કરીને પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે કૂતરો બીમાર છે. એને ન્યુરોલૉજિકલ બીમારી હોવાથી એ સતત ચાલતો રહે છે. કૂતરાને ટિક ફીવર નામનો બૅક્ટેરિયલ ચેપ લાગ્યો હતો. આ ચેપની અસર એના ચેતાતંત્ર પર થઈ હતી અને એને કારણે સંતુલન ગુમાવવાને કારણે એ ગોળ-ગોળ ઘૂમવા લાગ્યો હતો. દિવસો સુધી સતત ચાલતા રહેતા આ ડૉગની હાલત ભૂખ અને તરસને કારણે ખરાબ થઈ ગઈ હતી. એને કારણે ઍનિમલ ઍક્ટિવિસ્ટ સંધ્યા રસ્તોગીની ટીમે એને રેસ્ક્યુ કરવાનું નક્કી કર્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની વચ્ચેથી લઈ જવાનું શક્ય ન હોવાથી રાતના સમયે શ્રદ્ધાળુઓ ન હોય ત્યારે કૂતરાને ત્યાંથી લઈને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. સ્વૈચ્છિક સંસ્થાના નિષ્ણાતોએ તપાસીને આ ડૉગીને ઍનાપ્લાઝમા નામનું ચેતાતંત્રનું સંક્રમણ લાગ્યું હોવાનું નિદાન કર્યું હતું અને જરૂરી સારવાર શરૂ કરી હતી. દવાઓ શરૂ થયા પછી ભૈરવ હવે બહેતર છે અને સાજો થઈ ગયા પછી એને ફરી બિજનૌર છોડી મૂકવામાં આવશે.