PM મોદી આજે મુંબઈમાં: આ વિસ્તારમાં ટ્રાફિકને નૉ એન્ટ્રી, બહાર નીકળતા પહેલાં વાંચો

19 January, 2023 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ ટ્રાફિક પોલીસ જણાવ્યું છે કે 19 જાન્યુઆરીએ સાંજે 4.30 થી 6.30 વાગ્યા સુધી BKC રોડ પર ટ્રાફિકના નિયમન દરમિયાન, મુસાફરો માટે વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ રહેશે

તસવીર સૌજન્ય: એએફપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની ગુરુવારે મુંબઈની મુલાકાત પહેલાં મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) બુધવારે સાંજે ટ્રાફિક નિયંત્રણો જાહેર કર્યા છે. પોલીસે એક ટ્રાફિક સૂચનામાં જણાવ્યું હતું કે, 19 જાન્યુઆરી 2023ના રોજ બૃહન્મુંબઈ મહાનગર માલિકા (BMC) અને MMRDAએ BKC બાંદ્રા (ઈસ્ટ), મુંબઈ ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા છે. આથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને નજીકના રસ્તાઓ પર ટ્રાફિકની જામ થવાની શક્યતા છે.

ટ્રાફિકના અધિક પોલીસ કમિશનર નિસાર તંબોલી દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા અને સામાન્ય લોકોને અસુવિધા ટાળવા માટે, BKC રોડ પર MMRDA જંક્શનથી MTNL જંક્શન સુધી ટ્રાફિકનું નિયમન કરવામાં આવશે, સાથે ટ્રાફિક નિયંત્રિત રહેશે. 
19 જાન્યુઆરીએ સાંજે 4.30થી 6.30 વાગ્યા સુધી BKC રોડ પર ટ્રાફિકના નિયમન દરમિયાન મુસાફરો માટે વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ રહેશે, એમ પોલીસે સૂચનામાં જણાવ્યું હતું. પોલીસે 19 જાન્યુઆરી માટે વૈકલ્પિક માર્ગોની નીચેની યાદી બહાર પાડી છે.

- વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી વાહનો, BKC પરિસરમાંથી કુર્લા તરફ જતા વર્લી સી લિન્ક MMRDA જંક્શન તરફ જશે અને ધારાવી T જંક્શન થઈને કુર્લા અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ આગળ વધશે.

- સંત જ્ઞાનેશ્વર નગરથી BKC પરિસરમાં ઇન્કમ ટેક્સ જંકશનથી આગળ વધતા વાહનો ગુરુ નાનક હૉસ્પિટલ-જગત વિદ્યા મંદિર જંકશન કલાનગર જંકશન અને ધારાવી ટજંકશન થઈને કુર્લા તરફ આગળ વધશે.

- BKC પરિસરમાંથી ખેરવાડી વિસ્તારથી કુર્લા તરફ જતા વાહનો વાલિમિકી નગરથી યુ ટર્ન લેશે અને ગવર્નમેન્ટ કોલોની કલાનગર જંક્શન - ધારાવી ટી જંકશન થઈને કુર્લા તરફ આગળ વધશે.

- રજ્જાક અને સર્વે જંક્શનથી BKC પરિસરથી પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે, ધારાવી અને વરલી સી લિંક તરફના વાહનો સીએસટી રોડ, યુનિવર્સિટી મેઈન ગેટ, આંબેડકર જંક્શન-જમણે હંસભુગરા જંકશન થઈને આગળ વધશે અને તેમના ગંતવ્ય તરફ આગળ વધશે.

- ચુનાભટ્ટીથી બીકેસી કનેક્ટર દ્વારા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે થઈને આગળ વધતા વાહનો NSE જંક્શન-ઈન્કમટેક્સ જંક્શન-ફેમિલી કોર્ટ જંક્શન અને પછી MMRDA જંક્શન થઈને તેમના ગંતવ્ય તરફ આગળ વધશે.

આ પણ વાંચો: આજે કયા પ્રોજેક્ટ્સને નરેન્દ્ર મોદી આપશે લીલી ઝંડી?

ઉલ્લેખનીય છે કે ગુરુવારે બપોરે 12 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ વે અને પશ્ચિમી ઉપનગરોના તમામ રસ્તાઓ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ અને અન્ય બસોને આમાંથી બાકાત રાખવામાં આવી છે.

mumbai mumbai news bandra mumbai traffic mumbai police narendra modi