બાલાકોટ ચેટ્સને લઈને અરનબ પર FIR પર સસ્પેન્સ, મુંબઇ પોલીસ વિચારમગ્ન

20 January, 2021 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

બાલાકોટ ચેટ્સને લઈને અરનબ પર FIR પર સસ્પેન્સ, મુંબઇ પોલીસ વિચારમગ્ન

તસવીર સૌજન્ય મિડ-ડે

વૉટ્સએપ ચૅટ્સ સોશિયલ મીડયા પર લીક થયા પછી મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે ઑફિશિયલ સીક્રેટ એક્ટમાં અરનબ અને દાસગુપ્તા વિરુદ્ધ શું કોઇ એફઆઇઆર નોંધી હશે? આ કેસની તપાસ સાથે જોડાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે એનબીટીને મુંબઇ પોલીસની કાયદાકીય મજબૂરી વિશે સમજાવ્યું. આ અધિકારી પ્રમાણે, આ બે જણ વચ્ચેની પ્રાઇવેટ ચેટ્સમાં બાલાકોટ પર ભારત સરકારની સંભવિત જે કાર્યવાહીનો ઉલ્લેખ છે, તે દેશની સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. કાયદાકીય રીતે આ મામલે સરકારે ફરિયાદકર્તા બનવું જોઇએ અને મુંબઇ પોલીસમાં એફઆઇઆર નોંધાવવી જોઇએ. પણ શું કેન્દ્ર સરકાર આમ કરશે, આ અધિકારી પ્રમાણે, આ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નક્કી કરવાનું છે. આ અધિકારીનું કહેવું છે કે મુંબઇ પોલીસ કે રાજ્ય સરકાર આ વિશે કેન્દ્ર સરકારને આદેશ આપી શકે નહીં. મંગળવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મીડિયા દ્વારા પોતાની વાત કેન્દ્ર સુધી પહોંચાડી પણ છે.

એક અન્ય અધિકારી પ્રમાણે, જો આ મામલે કોઇ હાઇ કૉર્ટ કે સુપ્રીમ કૉર્ટમાં યાચિકા દાખલ કરે અને જો કોર્ટ મુંબઇ પોલીસને આદેશ આપે, તો વાત જુદી છે. ફેક ટીઆરપી કેસમાં અરનબને બૉમ્બે હાઇ કૉર્ટ પાસેથી 29 જાન્યુઆરી સુધીનું પ્રૉટેક્શન મળ્યું છે. આ પ્રૉટેક્શનનો અર્થ છે કે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં સુધી અરનબની ધરપકડ કરી શકતી નથી. પણ મુંબઇ પોલીસ સૂત્રોનું કહેવું છે કે કૉર્ટે અમારા પર અરનબની પૂછપરછ કરવા અંગે કોઇ પાબંદી મૂકી નથી. અમે ક્યારે પણ તેને સમન મોકલી શકીએ છીએ. પણ 29 જાન્યુઆરી પહેલા શું અમે સમન્સ પાઠવ્યા કે નહીં, આને લઈને અમે કોઇ નિર્ણય લીધો નથી. આ મામલે અમારા વકીલ કપિલ સિબ્બલ જે પણ સલાહ આપશે, તે અમે અમલમાં લાવશું.

આ અધિકારી પ્રમાણે, અરનબ ગોસ્વામી છેલ્લા ઘણા દિવસોથી મુંબઇમાં નથી. કદાચ તે ઉત્તર ભારતના કોઇક સ્ટૂડિયોમાં બેસીને એન્કરિંગ કરી રહ્યા છે. ફેક ટીઆરપી કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી કુલ 15 લોકોની ધરપકડ કરી છે. મંગળવારે આ કેસમાં આરોપી મહામૂવી ચેનલના CEO સંજય વર્માની ધરપકડ કરી છે, પણ તેમની ધરપકડ હાલ ટીઆરપી કેસમાં નહીં, કૉપી રાઇટ્સના ઉલ્લંઘન સાથે જોડાયેલા એક કેસમાં બતાવવામાં આવી છે.

mumbai mumbai police mumbai news arnab goswami