ડોમ્બિવલીમાં બર્થ-ડે પાર્ટીમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન, 500 લોકો પર કેસ

19 February, 2021 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડોમ્બિવલીમાં બર્થ-ડે પાર્ટીમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન, 500 લોકો પર કેસ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં જન્મદિવસની ઉજવણી માટે ભેગા થઈને પોલીસે COVID-19 નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં પોલીસે 500 લોકો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. કલ્યાણ ડોમ્બિવલી નગર નિગમ (KDMC) અનુસાર 17 અને 18 ફેબ્રુઆીની રાત્રે દેસલપાડામાં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેડીએમસીના વાર્ડ અધિકારી અક્ષય ગુડગેને ફરિયાદ મળી હતી કે લોકો કોરોના વાઈરસ નિયમોનું પાલન કર્યા વગર સ્થાનિક રહેવાસીનો જન્મદિવસ ઉજવવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તમામ લોકો માસ્ક વગર હતા અને સામાજિક અંતરનું પાલન પણ કરવામાં આવ્યું નહોતું. સૂચનાની જાણ થતાં જ પાલિકાના અધિકારીઓએ પરિસરની મુલાકાત લીધી હતી અને બાદમાં માનપાડા પોલીસ સ્ટેશનમાં યજમાન અને હાજર લોકો સહિત આશરે 500 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તેની વિરૂદ્ધ આઈપીની કલમ 269 અને 270 (બીમારીઓના સંક્રમણ ફેલાવવાની બેદરકારી અને દૂષિત કૃત્યો), 188 (જાહેર સેવક દ્વારા ફરજિયાત આદેશ આપવાની અવગણના) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂલ્સની કલમો હેઠળ ભીડ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર આ મામલે હજી સુધી કોઈ ધરપકડ થઈ નથી.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડી સરકારે વિવિધ વિસ્તારોમાં લૉકડાઉન સહિત નવી કોરોના વાઈરસ માર્ગદર્શિકાની ઘોષણા કરી છે. જણાવી દઈએ કે રાજ્યમાં ગુરૂવારે 5000થી વધારે કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા હતા. કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના બે જિલ્લા, અમરાવતી અને યવતમાલમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. યવતમાલમાં 10 દિવસના લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, તેમ જ અમરાવતીમાં સપ્તાહિક લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

maharashtra mumbai mumbai news dombivli coronavirus covid19 lockdow