મુંબઇ પોલીસને કરવામાં આવી બદનામ? સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ

12 October, 2020 06:55 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇ પોલીસને કરવામાં આવી બદનામ? સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ

સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હાથરસ (Hathras)વિસ્તારમાં બળાત્કારની ઘટના થયા પછી અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને જામીન (Bail) મળ્યા પછી હવે એ વાત અને સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું મુંબઇ પોલીસ (Mumbai Police)ને જાણીજોઇને નિશાનો બનાવવામાં આવી? મુંબઇ પોલીસ (Mumbai Police) અત્યાર આ કેસની તપાસ કરી રહી છે. અભિનેત્રી કંગના રણોત (Bollywood Actrss Kangana Ranaut) સાથે જોડાયેલા વિવાદોમાં મીડિયા (Media)ના કેટલાક સેક્શને મુંબઇ પોલીસ (Mumbai Police) પર નિશાના સાધ્યા હતા.

સુશાંત સિંહ રાજપૂતના નિધનને લઇને પર સધાયા નિશાના
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે પણ પોલીસની ખૂબ જ બદનામી કરવામાં આવી. જ્યાં એક તરફ બિહાર પોલીસ મુંબઇમાં આવીને આ કેસની તપાસ કરવા લાગી તો બીજી તરફ મીડિયા દ્વારા સતત મુંબઇ પોલીસની બદનામી કરવામાં આવી. મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે જ્યારે આત્મહત્યા જાહેર કરી તો મુંબઇ પોલીસની તપાસમાં લાપરવાહી અને સીબીઆઇ તપાસની માગ કરવામાં આવી. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં જ્યારે સુશાંત સિંગ રાજપૂતની ફોરેન્સિક રિપોર્ટ પછી પણ એ કહેવામાં આવ્યું કે સુશાંત સિંહનું મર્ડ નથી કરવામાં આવ્યું પણ તેમણે પોતે આત્મહત્યા કરી ત્યારે મુંબઇ પોલીસ હરકતમાં આવી અને મુંબઇ પોલીસ વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવનારી ચેનલ્સ અને લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું.

પત્રકારોને પણ સમન
મુંબઇ પોલીસે ગયા મહિને અહીં બાન્દ્રામાં અભિનેત્રી કંગના રણોતના બંગલાનો એક ભાગ તોડી પાડવા દરમિયાન કહેવાતી રીતે ભીડ એકઠી કરવાને લઈને એક ન્યૂઝ ચેનલના રિપોર્ટર વિરુદ્ધ શુક્રવારે 'સમન' જાહેર કર્યા છે. એક અધિકારીએ આ માહિતી આપી. રિપોર્ટક એક લોક સેવકના, તેના કર્તવ્ય નિર્વહનમાં બાધા ઉત્પન્ન કરવાનો આરોપી છે. તેમણે કહ્યું કે, રિપોર્ટરે ગયા મહિને પાલી હિલ સ્થિત કંગનાની ઑફિસનો એક ભાગ તોડી પાડવા દરમિયાન ભીડ એકઠી કરી હતી. તેણે લોકોને ઉકસાવ્યા પણ હતા.

mumbai mumbai news mumbai police sushant singh rajput bollywood bollywood gossips