SSR Case: સુશાંતની બહેનોએ આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો?

08 September, 2020 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SSR Case: સુશાંતની બહેનોએ આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો?

રિયા ચક્રવર્તી. ફોટો/આશિષ રાજે

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શ’ના લીધે એક્ટરની એંક્ઝાઈટીમાં વધારો થયો હતો. રિયાએ પ્રિયંકા સિંહ અને રામ મનોહર લોહિયા હૉસ્પિટલના ડૉક્ટર તરૂણ કુમાર વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત દિલ્હીમાં આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ પેશન્ટ છે, પરંતુ વાસ્તવમાં 8મી જૂને તો તે મુંબઈમાં હતો.

ગઈ કાલે રિયાએ આ ફરિયાદ નોંધાવતા બાદ મુંબઈ પોલીસે તપાસ કરી અને આજે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આત્મહત્યા કરવા ઉશ્કેરવા બદલનો કેસ દાખલ કર્યો છે. રિયાની આ નવી ફરિયાદમાં પ્રિયંકા, મિતુ અને રામ મનોહર લોહિયાના ડૉક્ટરનો સમાવેશ છે.

બાંદરા પોલીસે સુશાંતની બહેન પ્રિયંકા સિંહ, મિતુ સિંહ અને ડૉ.તરુણ કુમાર વિરુદ્ધ ઈન્ડિયન પેનલ કોડ (આઈપીસી)ની કલમ 420, 464, 465, 466, 468, 474, 306, 120 (બી) અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટેન્સિસ (એનડીપીએસ) એક્ટની કલમ 8(1), 21, 22 અને 29 અંતર્ગત કેસ ફાઈલ કર્યો છે.

છ પાનાની ફરિયાદમાં રિયાએ કહ્યું છે કે, સુશાંતના નિધનના પાંચ દિવસ પહેલાથી તે આ ખોટી પ્રિસ્ક્રિપ્શનની દવા લેતો હતો, જે તેની બહેન પ્રિયંકાએ આપી હતી.

ગઈ કાલે રિયા ચક્રવર્તીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ને જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતને marijuanaની આદત હતી. અભિનેત્રીએ કબૂલ કર્યું કે તે ડ્રગ્સ ખરીદતી હતી પરંતુ સ્પષ્ટ કર્યું કે આ ડ્રગ્સ સુશાંત અને તેના મિત્રો માટે ખરીદતી હતી. રિયાએ પૂછપરછમાં એનસીબીને સુશાંત, તેના મિત્રો અને બૉલીવુડના ઘણા નામો આપ્યા છે જે નિયમિત ડ્રગ્સનું સેવન કરે છે.

sushant singh rajput rhea chakraborty mumbai police