મુંબઇ : ફોનથી મળી MLA હૉસ્ટેલમાં બૉમ્બની સૂચના, સીલ કરાવ્યું બિલ્ડિંગ

29 September, 2020 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇ : ફોનથી મળી MLA હૉસ્ટેલમાં બૉમ્બની સૂચના, સીલ કરાવ્યું બિલ્ડિંગ

તસવીર સૌજન્ય ANI

મુંબઇ (Mumbai)ના એમએલએ (MLA Hostel) હૉસ્ટેલમાં બૉમ્બ (Bomb) હોવાની સૂચના મળ્યા પછી દોડધામ મચી ગઈ. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હૉસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવી. જો કે, હૉસ્ટેલમાં કોઇપણ વિસ્ફોટક પદાર્થ મળ્યા નહીં.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં સોમવારે મોડી રાતે ધમકીભર્યો ફોન આવ્યા પછી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ. ફોન પર પોલીસને એમએલએ હૉસ્ટેલમાં બૉમ્બ હોવાની સૂચના મળી. ત્યાર બાદ તરત એક્શનમાં આવેલી પોલીસે હૉસ્ટેલ ખાલી કરાવી દીધું. જો કે, હૉસ્ટેલમાંથી કોઇપણ બૉમ્બ મળ્યો નહીં.

મળતી માહિતી પ્રમાણે, સોમવારે રાતે પોલીસને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે દાવો કર્યો કે દક્ષિણ મુંબઇમાં મંત્રાલય પાસે એમએલ હૉસ્ટેલમાં બૉમ્બ રાખવામાં આવ્યા છે. સમાચાર મળતા જ અધિકારીઓ એક્શનમાં આવી ગયા. પોલીસે હૉસ્ટેલ ખાલી કરાવી દીધું. અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 150 લોકો બિલ્ડિંગમાં રહે છે. અમે બરાબર રીતે ચેક કર્યું પણ અમને કોઇ વિસ્ફોટક બિલ્ડિંગમાંથી મળ્યા નહીં.

પોલીસે કહ્યું કે ફોન નંબર ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. મામલે ટૂંક સમયમાં જે એક્શન લેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેના આવાસને પણ બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી પણ બેવાર આવી ચૂકી છે. જેના પછી પોલીસે માતોશ્રીની સુરક્ષા વધારી દીધી છે. આ દરમિયાન પોલીસ કોઇપણ ધમકી ભર્યા કૉલને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.

mumbai mumbai news mumbai police