૧૦ મિનિટ ટ્રાફિક જૅમમાં ફસાયેલા કમિશનરને સામાન્ય માણસની મુશ્કેલીનો ખ્યાલ આવ્યો

09 August, 2012 05:09 AM IST  | 

૧૦ મિનિટ ટ્રાફિક જૅમમાં ફસાયેલા કમિશનરને સામાન્ય માણસની મુશ્કેલીનો ખ્યાલ આવ્યો

 

હવે રસ્તાઓ પર જોવા મળતો ટ્રાફિક જૅમ માત્ર ટ્રાફિક-કૉન્સ્ટેબલની જ જવાબદારી નહીં હોય, પરંતુ ટ્રાફિક જૅમ વખતે પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીઓએ પણ વાહનોની અવરજવર સરળતાથી ચાલતી રહે એ જોવાનું રહશે. સામાન્ય રીતે મલબાર હિલથી ક્રૉફર્ડ માર્કેટ આવવા માટે જે માર્ગનો ઉપયોગ પોલીસ-કમિશનર કરતા હતા એના કરતાં વિપરીત વૉર્ડન રોડ પરથી આવતાં તેઓ ૧૦ મિનિટ સુધી ટ્રાફિક જૅમમાં ફસાઈ ગયા હતા.


પોલીસ-કમિશનરે લખેલા પત્રમાં આવી સૂચના તમામ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ, ઍડિશનલ કમિશનર્સ, ઝોનલ ડેપ્યુટી કમિશનર્સ તથા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક, સબર્બ-સાઉથ)ને મોકલી છે. પોલીસ-કમિશનરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘સામાન્ય વાહનચાલકોની મુશ્કેલીને પણ સમજવી જોઈએ. રોડ પર જૅમ થયેલા ટ્રાફિકને હળવો કરવામાં ટ્રાફિક-પોલીસને લોકલ પોલીસ-સ્ટેશનના ઑફિસરોએ પણ મદદ કરવી જોઈએ. પીક-અવર્સ દરમ્યાન સરળતાથી ટ્રાફિકની અવરજવર ચાલતી રહે એ જોવાની જવાબદારી તમામ અધિકારીઓની પણ છે.’