નકલી ભારતીય પાસપોર્ટ પર સાઉદી અરેબિયાની મુસાફરી કરવા બદલ એક બાંગ્લાદેશી નાગરિકની મુંબઈમાં ધરપકડ

03 August, 2021 04:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સહાર પોલીસે તાજેતરમાં એક 28 વર્ષીય બાંગ્લાદેશી નાગરિકની નોકરી માટે નકલી ભારતીય પાસપોર્ટ પર ભારતથી સાઉદી અરેબિયા જવાના આરોપસર ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

સહાર પોલીસે તાજેતરમાં એક 28 વર્ષીય બાંગ્લાદેશી નાગરિકની નોકરી માટે નકલી ભારતીય પાસપોર્ટ પર ભારતથી સાઉદી અરેબિયા જવાના આરોપસર ધરપકડ કરી છે. આ શખ્સ બે વર્ષ સુધી સાઉદી અરેબિયામાં રહ્યો હતો જ્યાં તેણે એક દુકાનમાં કામ કર્યું હતું, પરંતુ મુંબઈ પરત ફરતા સીએસએમટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ શખ્સની અકરમ હુસૈન તરીકે ઓળખ કરવામાં આવી છે અને તે બાંગ્લાદેશી નાગરિક હોવાનું કહેવાય છે. આ આરોપીએ વર્ષ 2017માં પશ્ચિમ બંગાળ સરહદથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. એજન્ટની મદદથી તેણે ભારતનું ઇલેક્શન કાર્ડ બનાવ્યું અને મહિનાઓ બાદ નકલી ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. આ શખ્સ નોકરી કરવા સાઉદી અરેબિયા પણ ગયો આતો. હુસૈના કહેવા મુજબ નકલી ભારતીય પાસપોર્ટ અને ઇલેક્શન કાર્ડ બનાવવા માટે તેણે 25,000 રૂપિયા ચૂકવ્યા હતા.

વર્ષ 2017થી હુસૈને બે વર્ષ સુધી અલ કાસિમમાં કામ કર્યું હતું અને ફેબ્રુઆરી 2019માં તે ભારત પાછો ફર્યા હતો. ત્યાર બાદ તે ત્રણ મહિના માટે બાંગ્લાદેશ પણ ગયો હતો. આ આરોપી નકલી પાસપોર્ટ પર ફરી વાર 2019માં ભારતથી અલ કાસિમ ગયો હતો. 30 જુલાઈએ ભારત પાછા ફરતી વખતે ઈમિગ્રેશન અધિકારીઓએ તેને પકડી પડ્યો હતો. 
ઉલ્લેખનીય છે કે આ આરોપીને તેને 13 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની વિરુદ્ધ છેતરપિંડી અને ફોજદારી સહિત પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

mumbai mumbai news