AC લોકલ ટ્રેનના કોચ માટે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનું જગતનું સૌથી મોટું ગ્લોબલ ટેન્ડર

05 September, 2025 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન મુંબઈની લાઇફલાઇનમાં નવો પ્રાણ પૂરશે

AC લોકલ ટ્રેન

AC લોકલ ટ્રેન હવે ૧૮ કોચની બનાવવાનો પ્લાન છે અને સાથે જ એને માટેના ૨૮૫૬ AC કોચ ભારતમાં જ બનાવવા માટે વિશ્વનું અત્યાર સુધીનું સૌથી મોટું ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનું ગ્લોબલ ટેન્ડર મુંબઈ મેટ્રો રેલવે વિકાસ કૉર્પોરેશન બહાર પાડશે.

સામાન્ય રીતે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રકારના પ્રોજેક્ટ માટે વિદેશી ફાઇનૅન્સ કંપનીઓ પાસેથી લૉન લઈને કામ કરવામાં આવે છે. જોકે એમાં તેમની શરતો અને નિયમોનું કડક પાલન કરવું પડે છે. એ ગોઠવણમાં મેક ઇન ઇન્ડિયાને લાગુ કરવું મુશ્કેલ હતું. દેશમાં રોજગારની તકો ઊભી કરવા અને ટેક્નૉલૉજીનો વિકાસ કરવા હવે એ AC કોચ દેશમાં જ બનાવવામાં આવશે. એ માટે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દરેક ૧૦,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

૨૩૮ AC લોકલની ખરીદીને મંજૂરી

 MUTP 3 – ૪૭ AC લોકલ

 MUTP 3 A- ૧૯૧ AC લોકલ

 એક મહિનામાં ટેન્ડર બહાર પડશે

 પહેલા છ મહિનામાં કૉન્ટ્રૅક્ટર નક્કી થશે

 પ્રોડક્શન માટે જરૂરી માળખું ઊભું કરવા બે વર્ષનો સમય

 ૨૦૨૮માં પહેલી પ્રોટોટાઇપ AC લોકલ દોડતી થશે

 ૬ મહિના ચકાસણી ચાલશે

 એ પછી દરેક મહિને ૪૦થી ૫૦ લોકલ બનાવવામાં આવશે

૪૮૨૬ કરોડની રકમ મંજૂર, જેમાં રાજ્ય સરકાર ૫૦ ટકા આપશે

AC Local news mumbai mumbai news mumbai local train mumbai trains mumbai railways indian railways mumbai metropolitan region development authority brihanmumbai municipal corporation mumbai transport mumbai metro central railway mumbai railway vikas corporation