માસ્કલેસ મુંબઈ: સેકન્ડ વેવ? એ વળી શું?

27 November, 2020 07:59 AM IST  |  Mumbai | Mumbai correspondent

માસ્કલેસ મુંબઈ: સેકન્ડ વેવ? એ વળી શું?

કોરોનાની મુંબઈગરાને નથી ચિંતા

વારંવારની ચેતવણી અને શહેર પર કોરોના વાઇરસ સંક્રમણના બીજા વેવનું જોખમ તોળાઇ રહ્યું છે, તેમ છતાં મુંબઇવાસીઓએ જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવાના નિયમનું ઉલ્લંઘન કરવાનું યથાવત્ રાખ્યું છે. બીએમસી રોજ સરેરાશ ૨,૦૦૦ જેટલા લોકોને દંડ ફટકારી રહી છે અને છેલ્લા ૨૦ દિવસમાં દંડની વસૂલાતની રકમ બમણી થઇ ગઇ છે.

છઠ્ઠી નવેમ્બર સુધીમાં બીએમસીએ દંડપેટે ૪.૭ કરોડ રૂપિયા એકત્રિત કર્યાં હતાં, જે ૨૫ નવેમ્બર સુધીમાં વધીને ૯.૨૮ કરોડ રૂપિયા થયા હતા. મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાથી આ શક્ય બન્યું છે, કારણ કે બિમારીનો વ્યાપ અટકાવવા માટે ટેસ્ટિંગ સિવાયનો એક આ જ માર્ગ છે.

નિયમનું ઉલ્લંઘન કરનારા અત્યાર સુધીના મોટાભાગના લોકો કે-વેસ્ટ વોર્ડના છે, જેમાં અંધેરી, જોગેશ્વરી અને વિલે પાર્લેનો સમાવેશ થાય છે.

મનપાના એક સિનિયર અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે, “કોરોનાના કેસો નિયંત્રણમાં આવે તે માટે અમે પ્રયાસો કરી રહ્યાં છીએ, પણ નાગરિકોએ પણ અમને સહકાર આપવાની અને તકેદારીનાં પગલાં ભરવાની જરૂર છે. અમે જોયું છે કે, માર્ગો પર હજી પણ ઘણાં લોકો માસ્ક વગર ફરે છે. આથી અમે અમારી ટીમોને પ્રોટોકોલનું પાલન થાય, તે સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.”

mumbai mumbai news lockdown coronavirus covid19