મુંબઈ : ફી મુદ્દે વાલીઓ 12 સ્કૂલો સામે પિટિશન ફાઇલ કરશે

01 September, 2020 11:37 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : ફી મુદ્દે વાલીઓ 12 સ્કૂલો સામે પિટિશન ફાઇલ કરશે

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19 રોગચાળા વચ્ચે શાળાની ફી સંબંધિત મુદ્દાઓ સર્જાતાં શહેરની ૧૨ સ્કૂલોના વિદ્યાર્થીઓના વાલીઓએ એનજીઓની શિક્ષણ સંસ્થા ફોરમ ફૉર ફેરનેસ ઇન એજ્યુકેશન (એફએફઈ)ના માર્ગદર્શન હેઠળ વ્યક્તિગત અરજીઓ સાથે કોર્ટ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.

એફએફઈએ સોમવારે વિડિયો પ્રેસ કૉન્ફરન્સ યોજીને પોતાનો નિર્ણય જાહેર કર્યો, જેમાં ઘણા પેરન્ટ્સે ભાગ લીધો હતો અને જેનો હાલમાં લાભ લેવામાં નથી આવી રહ્યો એ બસ અને કૅન્ટીન સર્વિસ માટે પૈસા વસૂલતી વધુપડતી ફી અને સ્કૂલ-ફી સંબંધિત ચિંતાઓ વ્યક્ત કરી હતી. ઘણાં માતા-પિતાએ એમ પણ કહ્યું હતું કે તેઓ શાળા સંચાલકો સામે અવાજ ઉઠાવે છે, તેના કારણે તેમના વૉર્ડને ઑનલાઇન ક્લાસીસમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.

આ બધી મૂંઝવણ વચ્ચે માતાપિતાનું સ્ટૅન્ડ ઘણું જ મહત્વ છે. સ્કૂલ મૅનેજમેન્ટ્સ અસોસિએશન ફી વધારા સામે રાજ્ય સરકારની માર્ગદર્શિકા વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યું છે. એફએફઇના અધ્યક્ષ જયંત જૈને ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું કે ‘ભલે તમામ શાળાઓમાં ફી સંબંધિત મુદ્દાઓ ઓછા-વત્તે અંશે સમાન હોય, પણ એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે દરેક શાળામાં ફીનું માળખું અલગ હોય છે, જે તેમનો કેસ અલગ બનાવે છે. તેથી અમે માગેલી કાનૂની સલાહ મુજબ આ બાબતમાં એક પીઆઇએલ હોઈ શકતી નથી. કાર્યવાહી કરવાની યોજના એ છે કે વિવિધ શાળાઓનાં માતા-પિતા વ્યક્તિગત કેસમાં અરજીઓ કરશે. હાલમાં તેઓ કાનૂની લડાઈ માટેના ભંડોળના સંચાલન પર કામ કરી રહ્યા છે.

mumbai mumbai news mumbai university pallavi smart coronavirus covid19