જુલાઈમાં આઇસીએસઈની પરીક્ષાના મુદ્દે વાલીઓ પહોંચ્યા હાઈ કોર્ટમાં

02 June, 2020 09:41 AM IST  |  Mumbai | Pallavi Smart

જુલાઈમાં આઇસીએસઈની પરીક્ષાના મુદ્દે વાલીઓ પહોંચ્યા હાઈ કોર્ટમાં

પ્રતીકાત્મક તસવીર

જુલાઈ મહિનામાં દસમા ધોરણની પરીક્ષા લેવા સામે વાલીઓએ નોંધાવેલા વિરોધ સામે આઇસીએસઈ બોર્ડની કાઉન્સિલે વિશેષ ધ્યાન આપ્યું નથી એવામાં અનેક વાલીઓએ આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં કહ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં એક મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અહીં યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, પરંતુ એ જ મહિનામાં આઇસીએસઈની પરીક્ષાના આયોજન વિશે કોઈ ચિંતિત નથી.’

જુલાઈ મહિનામાં યોજાનારી આઇસીએસઈ બોર્ડની પરીક્ષાનાં બાકી રહેલાં પેપર્સ માટે હાજર રહેવા વિદ્યાર્થીઓના વાલીને પહેલેથી જ સખત વાંધો છે. અનેક પીટીએ સંગઠનોએ એકઠાં થઈને કાઉન્સિલને પત્ર લખ્યો છે. જોકે બોર્ડ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

પિટિશનમાં જણાવાયું છે કે આ પરીક્ષા એ આઇપીસીના સેક્શન ૧૪ (રાઇટ ટુ ઇક્વાલિટી) અને ૨૧ (રાઇટ ટુ લાઇફ)નો સદંતર ભંગ છે. એક જ રાજ્યમાં બે અલગ બોર્ડના સ્ટુડન્ટ્સ સાથે ભેદભાવપૂર્ણ વર્તન ચલાવી લઈ શકાય નહીં. હાલમાં જ રાજ્ય સરકારે કોવિડ-19ના પ્રસારના ભય વચ્ચે પરીક્ષા લઈ શકાય નહીં એવી જાહેરાત કરી હતી ત્યારે એ જ સમયે આઇસીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્સની પરીક્ષા સામે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં.

coronavirus covid19 mumbai news bombay high court pallavi smart