કોરોનાના લીધે થર્ટીફર્સ્ટની રાતે દારૂ પીને ડ્રાઇવ કરનારા 35 જણ ઝડપાયા

02 January, 2021 07:00 AM IST  |  Mumbai | Agency

કોરોનાના લીધે થર્ટીફર્સ્ટની રાતે દારૂ પીને ડ્રાઇવ કરનારા 35 જણ ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર

થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની રાતે દારૂના નશામાં વાહનો હંકારવા બદલ ૩૫ જણ સામે મુંબઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અદાલતે એ ૩૫ જણનાં ડ્રાઇવિંગ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. કોરોના રોગચાળાના અનુસંધાનમાં ટ્રાફિક પોલીસે બ્રેથ-ઍનૅલાઇઝરનો ઉપયોગ કર્યો નહોતો અને શંકાસ્પદ વાહનચાલકની બ્લડ-ટેસ્ટ કરીને તેમણે દારૂ પીધો હતો કે નહીં એ નક્કી કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગયા વર્ષે થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની રાતે ન્યુ યર સેલિબ્રેશન્સ દરમ્યાન ડ્રન્કન ડ્રાઇવિંગના ૬૭૭ કેસ નોંધાયા હતા.

રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલાં નિયંત્રણો ઉપરાંત અગાઉ પોલીસે લીધેલાં આકરાં પગલાં તેમ જ ડ્રન્કન ડ્રાઇવિંગની ખરાબ અસરો વિશે લોકજાગૃતિને કારણે આ વખતે હંમેશ કરતાં સાવ ઓછા કેસ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોરોના રોગચાળાના અનુસંધાનમાં લાગુ કરાયેલાં નિયંત્રણો અને નાઇટ કરફ્યુને કારણે આ વખતે ઘણા લોકો ગુરુવારની રાતે ઘરની બહાર નીકળ્યા નહીં હોય એમ પોલીસે જણાવ્યું હતું. પાંચમી જાન્યુઆરી સુધી રાતે ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown