મુંબઈ શહેર પર આંતકી હુમલાની આશંકા, પોલીસે એલર્ટ જાહેર કર્યું

27 October, 2020 08:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ શહેર પર આંતકી હુમલાની આશંકા, પોલીસે એલર્ટ જાહેર કર્યું

ફાઈલ તસવીર

દેશની આર્થિક રાજધાની મુંબઈ પર ફરી એક વખત મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. મુંબઇમાં એક વાર ફરી આતંકી હુમલાની સંભાવના ઊભી થઈ છે. ગુપ્તચર એજન્સી મુજબ આવનારા 30 દિવસમાં મુંબઇમાં ડ્રોનથી કે રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ કે એરિયલ મિસાઇલ્સ કે પછી પેરા ગ્લાઇડર્સથી હુમલો થઈ શકે છે.  એટલે પોલીસે શહેરમાં એલર્ટ જાહેર કર્યું છે. તેમજ 30 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી શહેરમાં કલમ 144 લાદવામાં આવી છે.

આવનારા દિવસોમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે. જેનાથી બજારમાં ભીડ હોવાની સંભાવના પણ છે. વળી ખાસ કરીને VIP લોકેશનને પણ નિશાનો બનાવી શકાય છે. તેવામાં હવે ડ્રોન, લાઇટ એરક્રાફટ્સ, પેરા ગ્લાઇડિંગ પર આવનારા 30 દિવસો સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 30 ઓક્ટોબરથી લઇને 28 નવેમ્બર સુધી રહેશે. પોલીસે આખા શહેરમાં કલમ 144 લગાવી છે અને ભીડ ભેગી કરવા પર રોક લગાવવામાં આવી છે. ગુપ્તચર એજન્સીથી હાઇએલર્ટ મળ્યા પછી પોલીસે પણ સતેજ બની છે.

આશંકા છે કે આતંકીઓના નિશાના પર સાર્વજનિક સંપત્તિ પણ હોઈ શકે છે. ગુપ્તચર વિભાગને એક પત્ર મળ્યા પછી આ વિસ્તારમાં ઉડતી તમામ વસ્તુઓમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ મુજબ આવનારા 30 દિવસ સુધી આ રહેશે. કહેવામાં આવ્યું છે કે, આ આદેશનો અનાદર કરનારને આઇપીસી 1860ની ધારા 188 હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ચેતવણી જાહેર કરવાની સાથે જ પોલીસે કહ્યુ છે કે, લોકોને આનાથી ડરવાની જરૂર નથી. પણ લોકોને અપીલ કરી છે, તેઓ જાગૃત રહે અને કોઈપણ પ્રકારની સંદેહાત્મક વસ્તુને જોતા કે એ અંગે જાણકારી મળતા પોલીસને જણાવે.

નોંધનીય છે કે, મુંબઇ આ પહેલા પણ અનેક આતંકી હુમલાનો ભોગ બની ચૂક્યું છે.

mumbai news mumbai mumbai police terror attack mumbai terror attacks