શરમ કરો, ગોવંડીમાં પોલીસ પર થયો લોખંડના સળિયાથી હુમલો

28 April, 2020 07:32 AM IST  |  Mumbai | Gaurav Sarkar

શરમ કરો, ગોવંડીમાં પોલીસ પર થયો લોખંડના સળિયાથી હુમલો

ગોવંડીના રફિક નગરમાં ફૂડ-પૅકેટની રાહ જોઈ રહેલાં મહિલાઓ અને બાળકો. તસવીર : આશિષ રાજે.

લૉકડાઉન દરમ્યાન ડ્યુટી બજાવી રહેલા મુંબઈના પોલીસ-કર્મચારીઓ પર ગોવંડી માર્કેટ ખાતે એક ટોળાએ હુમલો કર્યો હતો. ૨૫ જણના ટોળામાંની એક વ્યક્તિએ એક પોલીસ-ઑફિસરના માથા પર લોખંડનો સળિયો ફટકારવાનો પ્રયાસ કરતાં બચવા માટે હાથ ધરી દેનાર અધિકારીના જમણા કાંડા પર ઈજા થઈ છે.

રવિવારે સાંજે લોકોનું એક વિશાળ ટોળું લૉકડાઉનનો ભંગ કરીને પોતાના ઘરમાંથી બહાર આવી ગયું હતું. ઘટનાસ્થળે મોજૂદ ૧૦ પોલીસ-કર્મચારીઓએ તેમને વિખેરાઈ જવાની સૂચના આપી હતી.

સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુદર્શન પૈઠણકરે જણાવ્યું કે ‘આ ટોળાએ અમારી સૂચનાનું પાલન કરવાનો ઇનકાર કરી દીધો હતો. રમજાનની શરૂઆત થઈ ત્યારથી લોકો લૉકડાઉનનું જરાય પાલન નથી કરી રહ્યા. આ મામલે શિવાજીનગર પોલીસ-સ્ટેશને ૨૫ પુરુષો અને બે મહિલાઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવ્યો છે. આ મામલામાં અત્યાર સુધી ૬ વ્યક્તિની ધરપકડ થ‍ઈ છે. અમે બાકીના આરોપીઓની શોધખોળ કરી રહ્યા છીએ.’

ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, પોલીસવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું એથી અમારે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

- સુદર્શન પૈઠણકર, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર

mumbai mumbai news govandi gaurav sarkar coronavirus