ડ્રગ્સનો નશો કરી ટ્રાફિક પોલીસને ગાળો ભાંડનાર ઓલા-ડ્રાઇવર ઝડપાયો

12 November, 2019 01:39 PM IST  |  Mumbai | Diwakar Sharma

ડ્રગ્સનો નશો કરી ટ્રાફિક પોલીસને ગાળો ભાંડનાર ઓલા-ડ્રાઇવર ઝડપાયો

અશરફ અલી સિકંદર અન્સારીની કૅબ

 ડ્રગ્ઝના નશામાં ભાન ભૂલેલા એક ઓલા-ડ્રાઇવરે બાંદરાના વ્યસ્ત ટર્નર માર્ગ પરનું સિગ્નલ તોડીને તીણી ચીસ સાથે કાર થંભાવી દીધી હતી જેને કારણે સિગ્નલ પાર કરી રહેલા અન્ય મોટરચાલકો તથા રાહદારીઓના જીવ જોખમમાં મૂકી દીધા હતા અને ફરજ બજાવી રહેલા એક ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલને અડફેટે લીધો હતો. ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

૬ નવેમ્બરે બનેલી આ ઘટનામાં ૨૮ વર્ષનો અશરફ અલી સિકંદર અન્સારી નામનો ડ્રાઇવર રાત્રે ૯.૩૦ વાગ્યે બાંદરા-વેસ્ટમાં લિન્કિંગ રોડ અને ટર્નર રોડના જંક્શન તરફ કાર હંકારી રહ્યો હતો.

ઓલા કૅબ ટ્રાફિક સિગ્નલ તોડીને બ્રેક મારતાં પહેલાં લગભગ અન્ય મોટરચાલકો અને રાહદારીઓ પર ફરી જ વળી હોત. લોકો ગભરાઈ જતાં ત્યાં અરાજકતા ફેલાઈ ગઈ. ફરજ પરનો ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલ ડ્રાઇવરની સામે આવીને ઊભો રહ્યો હતો એમ આ ઘટનાના સાક્ષી અર્જૂન સિન્હાએ જણાવ્યું હતું.

બાંદરા ટ્રાફિક ડિવિઝનના કૉન્સ્ટેબલ શિવાજી વટાણેએ જ્યારે કારના દસ્તાવેજો અને તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ માગ્યું ત્યારે અન્સારીએ તેમને અપશબ્દો કહ્યા હતા.

આ પણ વાંચો : જો પોલીસે ઝડપી તપાસ કરી હોત તો બાળકી કદાચ બચી ગઈ હોત

અન્સારીએ મને કહ્યું હતું કે તું કોણ છે અને મારે તને લાઇસન્સ શા માટે આપવું જોઈએ? તેની આંખો રાતીચોળ હતી. જ્યારે મેં તેના વાહનનો ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે મારો મોબાઇલ આંચકી લીધો અને ગાળાગાળી ચાલુ રાખી. તેની કારનું ઇગ્નિશન બંધ કરવા માટે હું તેની કારની અંદર નમ્યો અને જ્યારે મેં તેની કારની ચાવી બહાર કાઢી ત્યારે તેણે જોરથી મને ધક્કો માર્યો. હું પડી ગયો અને મારી કોણી પર ઈજા થઈ એમ અન્સારી વિરુદ્ધ નોંધાયેલા એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું હતું. વટાણેએ એમ પણ કહ્યું હતું કે અન્સારી ડ્રગ્ઝના નશામાં હોય એમ જણાતું હતું.

ola mumbai police mumbai news bandra