હવે જુહુ બીચના ખાણીપીણીના સ્ટૉલ 24 કલાક ખુલ્લા રહેશે

18 January, 2020 08:16 AM IST  |  Mumbai

હવે જુહુ બીચના ખાણીપીણીના સ્ટૉલ 24 કલાક ખુલ્લા રહેશે

સ્ટૉલ

પ્રતિષ્ઠિત સ્થાનકો જેવાં કે રેલવે સ્ટેશન, ઍરપોર્ટ, દરિયાકિનારાની નજીકના વિસ્તારોમાં આવેલી રેસ્ટોરાં અને હોટેલોને ૨૪x૭ ખુલ્લી રાખવાની પરવાનગી આપ્યા બાદ હવે બીજા તબક્કામાં બીકેસી જેવા કમર્શિયલ વિસ્તારો તથા નરીમાન પૉઇન્ટ, કાલાઘોડા જેવા વિસ્તારોમાં પણ ખાણીપીણીના સ્ટૉલ અને રેસ્ટોરાં ૨૪ કલાક ખુલ્લાં રાખવાની પરવાનગી આપવામાં આવશે.

યુવા સેનાના વડા આદિત્ય ઠાકરેને પ્રધાન બનાવાયા બાદ તેમણે શહેરની ૨૪x૭ની પરવાનગી માગતી અરજીનો નિકાલ કર્યો હતો. આ યોજના હેઠળ પ્રાયોગિક ધોરણે રેસ્ટોરાં, કૅફે અને મૉલની અંદરની દુકાનોને પણ ૨૭ જાન્યુઆરીથી ૨૪x૭ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે. આ માટે જોકે લાઇસન્સ મેળવવાની ઝંઝટની આવશ્યકતા ન હોવાથી અધિકૃત ઑથોરિટી પાસેથી અન્ડરટેકિંગ મેળવવા પર્યાપ્ત રહેશે.

આ પણ વાંચો : મુંબઈ: તેજસ એક્સપ્રેસના પ્રથમ પ્રવાસમાં ભવાડા

પ્રવાસ અને ટૂરિઝમ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેના વડપણ હેઠળ યોજાયેલી મીટિંગમાં ગુરુવારે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. સૂચિત મીટિંગમાં બીએમસીના કમિશનર પ્રવીણ પરદેસી, પોલીસ-કમિશનર, સંજય બર્વે અને વિવિધ રેસ્ટોરાં સંગઠનોના નેતાઓ તથા મિલમાલિકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૧૩માં યુવા સેનાના વડા આદિત્ય ઠાકરેએ આ દરખાસ્ત રજૂ કરી હતી તથા ૨૦૧૮માં સરકારે આ દરખાસ્તને અનુલક્ષીને શૉપ એન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ઍક્ટમાં સુધારા કર્યા હતા.

mumbai mumbai news juhu juhu beach