મુંબઈ: હવે કૉલેજોમાં પણ રાષ્ટ્રગીત ફરજિયાત બનાવવામાં આવશે

29 January, 2020 07:55 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ: હવે કૉલેજોમાં પણ રાષ્ટ્રગીત ફરજિયાત બનાવવામાં આવશે

કાલિના કૅમ્પસમાં એક કાર્યક્રમમાં (ડાબે) મહારાષ્ટ્રના પ્રધાન ઉદય સામંત

શાળાના વિદ્યાર્થીઓએ બંધારણના આમુખનું વાંચન કરીને તેમના દિવસની શરૂઆત કરવી જોઈએ એવી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી એના દિવસો બાદ હાઇર અને ટેક્નિકલ એજ્યુકેશન ખાતાના પ્રધાન ઉદય સામંતે મંગળવારે નિર્ણય લીધો હતો કે યુનિવર્સિટીઓ તથા કૉલેજોમાં જાહેર કાર્યક્રમોની શરૂઆત પહેલાં રાષ્ટ્રગીતનું ગાન ટૂંક સમયમાં જ ફરજિયાત બનાવાશે. 

એમ કરવાથી દેશભક્તિની અને દેશ માટે આદરની ભાવના જન્મે છે એમ સામંતે મંગળવારે સાંજે મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં આંતર-યુનિવર્સિટી રિસર્ચ કન્વેન્શનનું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં જ આ સંદર્ભનો આદેશ તમામ ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં જારી કરવામાં આવશે.

ખાનગી હોય કે સરકારી માલિકીની હોય, તમામ કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં કોઈ પણ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતના ગાન સાથે થવી જોઈએ. દરેક વ્યક્તિએ દેશ માટે કશુંક કરવું જોઈએ અને આ વિચાર યુવાધનમાં ઊતરે એ જરૂરી છે. યુવાનોમાં દેશભક્તિની ભાવના હોવી અત્યંત જરૂરી છે એમ તેમણે કહ્યું હતું.

mumbai university uddhav thackeray mumbai news pallavi smart