પ્લૅટફૉર્મ પર હેલ્થ ATMમાં વજન કરવાને સ્થાને બ્લડપ્રેશર - BMI ચેક થશે

25 July, 2020 07:23 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

પ્લૅટફૉર્મ પર હેલ્થ ATMમાં વજન કરવાને સ્થાને બ્લડપ્રેશર - BMI ચેક થશે

દાદર સ્ટેશન પર એક COVID-19 નિવારક ઉપકરણોનું વિતરણ મશીન

એક વખતમાં રેલવે પ્લૅટફૉર્મ પર ટ્રેનની રાહ જોતા કે કુટુંબના અન્ય સભ્ય કે મિત્ર ટિકિટની લાઈનમાં ઊભા હોય ત્યારે થોડી મિનિટો પસાર કરવાના તુક્કા લડાવતા હતા. એમાં એક સારો ટાઇમપાસ હતો વેઇંગ મશીન. મશીન પર ઊભા રહીને ૧૦ પૈસાનો સિક્કો નાખતાં વ્યક્તિના વજનની ટિકિટ બહાર આવતી હતી. એમાં વજનના આંકડા ઉપરાંત કોઈ અભિનેતા કે અભિનેત્રીની તસવીર અને એકાદ વાક્યમાં ભવિષ્ય. જેમ કે ‘આ અઠવાડિયામાં કોઈ રસપ્રદ વ્યક્તિને મળશો’ અથવા ‘આ મહિને તમને પ્રેમ પ્રસંગમાં સફળતા મળશે’.

પરંતુ હવે રેલવે સ્ટેશનોનાં પ્લૅટફૉર્મ્સ પર આરોગ્યના આંકડા પણ મેળવી શકાય એવાં મશીન્સ ગોઠવવામાં આવશે. વેઇંગ મશીન્સની જગ્યાએ હેલ્થ ATMs ઉપલબ્ધ થશે. એમાં બ્લડપ્રેશર અને બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ) જાણી શકાશે. ફક્ત વજન, બીપી અને બીએમઆઇ નહીં બ્લડ અને લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ્સ પણ કરી શકાશે. આ હેલ્થ ATMs ને આઉટ સ્ટેશન ટ્રેનો માટેના છત્રપતિ શિવાજી ટર્મિનસ, કલ્યાણ, થાણે અને કુર્લા ટર્મિનસ ખાતે સારી સફળતા મળ્યા પછી હવે એ મશીન્સ લોકલ ટ્રેનોનાં ૧૨ સ્ટેશનો પર ગોઠવવામાં આવશે. એ ૧૨ સ્ટેશનોમાં સીએસટી ઉપરાંત વડાલા, ચેમ્બુર, પનવેલ, દાદર, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ, ડોમ્બિવલી અને બદલાપુર સ્ટેશનો પર મશીન્સ ગોઠવવામાં આવશે. એમાં ૧૮ પ્રકારના હેલ્થ ચેક અપ્સ કરી શકાશે. બેઝિક લૅબોરેટરી ટેસ્ટિંગ અને ઇમર્જન્સી ફેસિલિટીઝ ધરાવતા કિયોસ્ક્સમાં ૧૬ પેરામીટર્સનાં પરીક્ષણો શક્ય બને છે. નોન ઇન્વેઝિવ પેરામીટર્સના ટેસ્ટમાં ૫૦ રૂપિયામાં બેઝિક સ્ક્રીનિંગ અને એમાં હિમોગ્લોબિન કાઉન્ટ તથા બ્લડસુગર ઉમેરીને ૧૮ પેરામીટર્સની ટેસ્ટ ૧૦૦ રૂપિયામાં કરી શકાશે.

rajendra aklekar mumbai mumbai news coronavirus covid19 lockdown