સ્ત્રી અને પુરુષ એકસમાનતાની ભાવનાને પ્રોત્સાહન આપશે ટ્રાફિક-સિગ્નલ

03 August, 2020 08:17 AM IST  |  Mumbai | Agencies

સ્ત્રી અને પુરુષ એકસમાનતાની ભાવનાને પ્રોત્સાહન આપશે ટ્રાફિક-સિગ્નલ

ટ્રાફિક-સિગ્નલ

મુંબઈના ટ્રાફિક સિગ્નલ્સની રંગીન કોડેડ લાઇટ્સમાં માત્ર પુરુષ આકૃતિને સ્થાને સ્ત્રી આકૃતિએ સ્થાન લઈ સ્ત્રી-પુરુષ એકસમાનતાનો પરિચય કરાવ્યો છે. દેશમાં આ પ્રકારના પરિવર્તન કરવામાં મુંબઈ અગ્રેસર રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

સમાનતા માટે ટ્રાફિક સિગ્નલ સિગ્નેજ સિસ્ટમમાં ફેરફાર શહેરના જી - ઉત્તર વૉર્ડમાં કેડલ રોડ તરીકે ઓળખાતા વીર સાવરકર માર્ગ પરના ૧૩ જંકશન પર કરવામાં આવશે, જેમાં સૌ પ્રથમ ફેરફાર દાદર ખાતે કરવામાં આવ્યો હતો, એમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news mumbai traffic